Ahmedabad: ખોડિયારનગર પાસે બેકાબૂ કાર રોડના ડિવાઇડર પર ચડી ગઈ! સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

📅 Published: September 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી ગઈ હતી.

ખોડિયારનગર પાસે એક માર્ગ અકસ્માત

અકસ્માત એટલો અચાનક સર્જાયો હતો કે આસપાસના વાહનચાલકોમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા અન્ય રાહદારીઓનો ચમત્કારિક બચાવ થયો છે.

કાર રોડ વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી ગઈ

ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. કાર કયા કારણોસર બેકાબૂ થઈ યંત્રણાત્મક ખામી હતી, સ્ટેઅરિંગ લોક થઈ ગયું હતું કે ચાલકની બેદરકારી હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *