UPI MDR on Train Tickets: IRCTC માં ટ્રેનની ટિકીટનું બુકિંગ UPI વડે કરો તો ચાર્જ લાગશે?

📅 Published: September 16, 2026 | 📂 Category: Business

UPIનો નવો નિયમ 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે, જેમાં MDR લાગુ થશે. પરંતુ 2000 રૂપિયાથી વધુની ટ્રેન ટિકિટ બુક કરવા પર કેટલો ચાર્જ લાગશે અને આ ચાર્જ કોણે ચૂકવવો પડશે? જો તમે અવારનવાર ટ્રેન ટિકિટ બુકિંગનું પેમેન્ટ UPI થી કરો છો તો તમારે જાણવું જરૂરી છે. 

UPI ટિકિટ બુકિંગ સહિત અનેક ડિજિટલ પેમેન્ટ માટે સરળ માધ્યમ બની ગયું છે. જો કે હવે 2000 રૂપિયાથી વધુના ડિજિટલ પેમેન્ટ પર MDR એટલે કે Merchant Discount Rateનો નિયમ ચર્ચામાં છે.

આમાં ઓનલાઈન રેલવે ટિકિટનું બુકિંગ પણ સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી સવાલ એ ઉભો થાય છે કે શું ટ્રેન ટિકિટ પર આ ચાર્જ લાગશે? જો લાગશે તો કેટલો લાગશે અને આ ચાર્જ કોણે ચૂકવવો પડશે? 

2000 રૂપિયાથી વધુની ટ્રેન ટિકિટ બુક કરવા પર કેટલો MDR લાગશે?

નવા નિયમ મુજબ, જો ટ્રેન ટિકિટની કિંમત 2000 રૂપિયાથી વધુ છે અને પેમેન્ટ UPI દ્વારા કરવામાં આવે છે, તો 5 રૂપિયાનો MDR ચાર્જ લાગશે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફરે 2500 રૂપિયાની ટિકિટ બુક કરી છે, તો તેના પર 5 રૂપિયાનો MDR લાગશે.

શું મુસાફરે વધારાના 5 રૂપિયા ચૂકવવા પડશે?

ના. જો મુસાફર 2000 રૂપિયાથી વધુની ટ્રેન ટિકિટ બુક કરે છે, તો MDR તરીકે લાગતા 5 રૂપિયા મુસાફરે ચૂકવવાના રહેશે નહીં. ટિકિટની કિંમત જેટલી હશે, મુસાફરે એટલા જ રૂપિયા ચૂકવવાના રહેશે.

તો આ 5 રૂપિયા કોણ ચૂકવશે?

નિયમ મુજબ, આવી ટ્રેન ટિકિટની UPI પેમેન્ટ પર MDRનો ખર્ચ મુસાફર પાસેથી લેવામાં આવશે નહીં.

એટલે કે ટિકિટની કિંમત 2500 રૂપિયા હોય તો મુસાફરે માત્ર 2500 રૂપિયા જ ચૂકવવાના રહેશે. વધારાના MDRનો ખર્ચ રેલવે અથવા IRCTC તરફથી ચૂકવવામાં આવશે.

ઓફલાઈન અને ઓનલાઈન બંને જગ્યાએ MDR લાગશે?

જો તમે ઓનલાઈન IRCTCની વેબસાઈટ અથવા એપ પરથી ટ્રેન ટિકિટ બુક કરી રહ્યા છો અને UPIથી પેમેન્ટ કરો છો, તો આ MDR લાગુ થશે. જોકે, તેનો ચાર્જ ગ્રાહકે ચૂકવવાનો રહેશે નહીં.

બીજી તરફ, જો તમે ટિકિટ કાઉન્ટર પરથી ટ્રેન ટિકિટ બુક કરાવો છો અને UPIથી પેમેન્ટ કરો છો, તો પણ 5 રૂપિયાનો MDR ચાર્જ લાગશે. આ ચાર્જ પણ ગ્રાહક પાસેથી લેવામાં આવશે નહીં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *