Reliance Foundationની મોટી ભેટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને અર્પણ કરી 25 ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશન

📅 Published: September 16, 2026 | 📂 Category: India National

યાત્રાધામ તિરુમાલા ખાતે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને પર્યાવરણના જતન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD) ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરવામાં આવ્યું છે. તિરુમાલા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

અનંત અંબાણીએ કરેલું વચન પાળ્યું

આગામી સમયમાં તિરુમાલાના પવિત્ર પર્વત-સ્થિત મંદિરે બે મહત્વપૂર્ણ શ્રીવારી બ્રહ્મોત્સવમ્‌ યોજાવાના છે, જેમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહાપર્વ પૂર્વે જ આ બસો ઉપલબ્ધ થવાથી મુસાફરી વધુ સરળ બનશે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જૂન 2026માં તિરુમાલાની મુલાકાત દરમિયાન પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા માટે 25 ઇલેક્ટ્રિક બસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam

ગ્રીન મોબિલિટી અને જૈવવિવિધતાનું સંરક્ષણ

આ ઇલેક્ટ્રિક બસોના ઉમેરાથી TTDના ગ્રીન મોબિલિટીના પ્રયાસોને વેગ મળશે તેમજ પરંપરાગત ઇંધણવાળા વાહનો પરની નિર્ભરતા ઘટશે. રિલાયન્સ ફાઉન્ડેશને આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે, જ્યારે Jio-bp દ્વારા EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાની નિપુણતાનું યોગદાન આપવામાં આવ્યું છે. આ પહેલથી તિરુમાલાની સમૃદ્ધ જૈવવિવિધતાના સંરક્ષણમાં પણ મોટો સહારો મળશે.

Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam Reliance Foundation Donates 25 Electric Buses to Tirumala Tirupati Devasthanam Before Brahmotsavam

આ પણ વાંચો: Surat : રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા 2 આરોપી ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *