Ahmedabad News: સરોડા ગામે મંત્રીની ગાડી રોકી કર્યો વિરોધ, 9 વર્ષથી જમીનના કબજાની રાહ જોતા દલિતો…

📅 Published: September 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જમીન વિવાદના મામલાઓ દિવસેને દિવસે ગરમાઈ રહ્યા છે. ભેટાવાડા ગામે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આંદોલન બાદ હવે ધોળકાના જ સરોડા ગામે પણ જમીનના વિવાદને લઈને દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે. વર્ષો વીતી જવા છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો ન મળતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

9 વર્ષ વીત્યા છતાં પ્રત્યક્ષ કબજો નહીં

પ્રાપ્ત વિગતો અનુસાર, સરોડા ગામે દલિત સમાજના લોકોને 2017 માં સરકાર દ્વારા ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. જોકે, અફસોસની વાત એ છે કે, આટલા લાંબા વર્ષો વીતી જવા છતાં આજદિન સુધી લાભાર્થીઓને પોતાની જમીનનો પ્રત્યક્ષ અને કાયદેસરનો કબજો સોંપવામાં આવ્યો નથી. સરોડા ગામે હજુ સુધી દલિત સમાજના કુલ 37 પરિવારો જમીનથી વંચિત છે અને તેઓ દરવાજે ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

Ahmedabad News: Dholka Saroda Village Land Dispute, Dalit Families Protest After 9 Years Without Possession

રેતી ચોરી અને ગેરકાયદે ખનનના ગંભીર આક્ષેપો

ભોગ બનેલા દલિત સમાજના લોકો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યાઓમાં બિનઅધિકૃત રીતે મોટા પાયે રેતી ચોરી અને ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનીજ વિભાગ તેમજ ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

Ahmedabad News: Dholka Saroda Village Land Dispute, Dalit Families Protest After 9 Years Without Possession

મંત્રી અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્યની ગાડી રોકી વિરોધ

આ રોષે ભરાયેલા ખેડૂતો અને ગ્રામજનોનો ગુસ્સો ગતરોજસપાટી પર આવ્યો હતો. સરોડા ગામે યાત્રા દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડીયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આવી પહોંચતા ખેડૂતોએ તેમની ગાડી રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગામના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને જમીન પ્રશ્ને મંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવતા ખેડૂતોમાં રોષ વધુ ભડક્યો હતો. હાલ પરિવારોની એક જ માગ છે કે, તંત્ર તાત્કાલિક ધ્યાન આપીને તેમને જમીનનો કાયદેસરનો કબજો સોંપે.

આ પણ વાંચો: Dholkaના બુટભવાનીમાં કેમિકલયુક્ત પાણી ઘૂસતાં ગ્રામજનોનો ભારે વિરોધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *