Surat : કામરેજનાં યુવા અગ્રણી વર્લ્ડ યૂથ ફેસ્ટિવલમાં જવાની તક છોડી વડનગર-કાશી બાઇક રેલીમાં જોડાયા

📅 Published: September 16, 2026 | 📂 Category: Surat

કામરેજ લાલચુડા સમાજનાં યુવા ભાજપનાં પ્રમુખ અને સ્માર્ટ વિલેજ ઉંભેળનાં ઉપસરપંચ દર્શન પટેલની રશિયા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરનાં વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2026માં ભારત અને ગુજરાતનાં પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. તેણે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાની તક જતી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 25 વર્ષનાં સફળ નેતૃત્ત્વ અને સુશાસન પર્વ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા વડનગરથી કાશી સેવા સંકલ્પ બાઇક રેલીમાં જોડાયા હતા. તેઓ ઉંભેળ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનાં ઉપપ્રમુખ, 39 ગામોની દૂધ અને શાકભાજી ઉત્પાદક મંડળીનાં ડિરેક્ટર, 90 ગામોનાં કડવા પાટીદાર કેળવણી મંડળનાં ટ્રસ્ટી તેમજ નવરાત્રી સમિતિનાં કન્વીનર તરીકે શિક્ષણ, ગ્રામીણ અર્થતંત્ર અને સંસ્કૃતિનાં જતન માટે સતત કાર્યરત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *