Ahmedabad :મહિલા કોંગ્રેસ પ્રમુખના પુત્ર હરિકેશની નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરાઈ

📅 Published: September 16, 2026 | 📂 Category: Ahmedabad

342 કરોડના પાવર બેંક એપ મનીલોન્ડરિંગ કેસના સૂત્રધાર અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબહેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. પાવર બેંક એપ કેસ કૌભાંડમાં ઈડીએ હરિકેશનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. જેને લઈને આરોપીએ દુબઈના મિત્રની મદદથી ઉત્તરપ્રદેશના એજન્ટને 25 લાખ રૂપિયા આપી આગ્રાનું નવું સરનામું બતાવી દિલ્હીમાં પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી ફરિયાદ આપી બીજો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ પાસપોર્ટના આધારે આરોપીએ ઓમાન, નેપાળ સહિત 6 જેટલી વિદેશની યાત્રા કરી હતી.

2021ની સાલમાં પાવર બેંક અને ટેસ્લા પાવર બેંક જેવી નકલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણકારોને ઈન્વેસ્ટમેન્ટ સામે 18 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપી છેતરપિંડીના કેસમાં ઈડીએ તપાસ કરી હતી તેમાં ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતમાં શેલ કંપનીઓ ઊભી કરી પેમેન્ટ ગેટવે અને ગેમિંગ, ઈ કોર્મસના નામે એકાઉન્ટ ખોલી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરીને કરોડોની સંપતિ અને બેંક ખાતા ફ્રીઝ કરીને કોર્ટમાં હરિકેશ પટેલને પાસપોર્ટ જમા કરાવવો પડયો હતો જેથી તે દેશ છોડીને ભાગી ના શકે. ગુજરાત એટીએસને બાતમી મળી કે શાહીબાગમાં આવેલા ઉર્મી બંગલોમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલે બનાવટી ભાડા કરારનો ઉપયોગ કરી પોતાના આધાર કાર્ડમાં પણ રહેઠાણમાં આગ્રા ઉત્તરપ્રદેશનું ખોટું સરનામું દર્શાવી દસ્તાવેજ મેળવ્યા હતા. બાદમાં દિલ્હી ક્રાઈમબ્રાંચમાં પોતાનો પાસપોર્ટ ગૂમ થયાની ખોટી ફરિયાદ કરાવી કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા હોવાની વિગતો છૂપાવી હતી. આ ફરિયાદના આધારે તેણે ગાઝીયાબાદ આરપીઓમાંથી ગત તા.26 જુલાઈ 2024ના રોજ બીજો ભારતીય પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરી હતી આરોપી હરિકેશ પટેલની માતા ગીતાબહેન પટેલ મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને એક ન્યુઝ પેપરના માલિક પણ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *