Ahmedabad :એસ.પી. રિંગરોડ પર કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય

📅 Published: September 16, 2026 | 📂 Category: Ahmedabad

મેગાસિટી અમદાવાદની ફરતે આવેલો સરદાર પટેલ રિંગરોડ ચોમાસા દરમિયાન ખખડધજ બની ગયો છે. કેટલીક જગ્યાએ તો રિંગરોડની દશા એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જાણે તે ગામડાનો રસ્તો લાગી રહ્યો છે. રિંગરોડ પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. ખાસ કરીને ચાર રસ્તા ક્રોસ થતા હોય ત્યાં તો જાણે ડામરનો રોડ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નાના-મોટા ખાડાઓમાંથી પસાર થતા વાહનચાલકો ચાલુ વાહને રીતસરના ધૂણી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. રણાસણથી લઈને છેક સનાથલ સર્કલ સુધીનો રિંગરોડ અતિ બિસ્માર હાલતમાં છે. ઔડા દ્વારા નિર્મિત અને સંચાલિત આ રિંગરોડ પર ભારે વાહનો પાસેથી ટોલટેક્સ પૂરેપૂરો વસૂલી લેવાય છે, પરંતુ તેઓને સારા રોડની સુવિધા તો મળતી જ નથી! સનાથલ ઓવરબ્રિજ પર પણ મસમોટા ખાડા પડી ગયા છે. બીજી તરફ્ વિવિધ જંક્શન પર ફ્લાયઓવર, અંડરપાસ અને માર્ગ સુધારણાની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકોને એકસાથે ખાડા, ડાયવર્ઝન અને ટ્રાફ્કિની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રસ્તા પર પડેલા મોટા ખાડા ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે જોખમી બની શકે છે. વરસાદી પાણી ભરાયેલા ખાડાની ઊંડાઈ દેખાતી ન હોવાથી વાહનનું સંતુલન બગડવાનું, અચાનક બ્રેક મારવાથી પાછળથી વાહન અથડાવાનું અને ભારે વાહન નજીક હોય ત્યારે ગંભીર અકસ્માતનું જોખમ રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *