શું બોડી બનાવવા માટે ક્રિએટિન જરૂરી છે?:ડૉક્ટર પાસેથી જાણો આ સપ્લીમેન્ટ શું છે, તેના ફાયદા-ગેરફાયદા અને 5 સાવચેતીઓ

📅 Published: September 17, 2026 | 📂 Category: Lifestyle

જિમ જતાં યુવાનોમાં મસલ્સ બનાવવા અને વર્કઆઉટની ક્ષમતા વધારવા માટે ક્રિએટિન સપ્લીમેન્ટ ખૂબ લોકપ્રિય છે. પરંતુ સવાલ એ છે કે શું તેને લેવાથી ખરેખર મસલ્સ અને તાકાત વધે છે? શું તેના કેટલાક નુકસાન પણ થઈ શકે છે? ખરેખર, ક્રિએટિન શરીરમાં કુદરતી રીતે બનતું એક કમ્પાઉન્ડ છે. તે સ્નાયુઓને ઊર્જા આપવામાં મદદ કરે છે. ખાસ કરીને ઝડપી અને હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝમાં તેની જરૂર પડે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક જિમ જતાં વ્યક્તિએ ક્રિએટિન સપ્લીમેન્ટ લેવું જોઈએ. તેને શરૂ કરતા પહેલા તેના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. તેથી આજે ‘કામના સમાચાર’માં ક્રિએટિન સાથે જોડાયેલા જરૂરી પ્રશ્નોના જવાબ જાણીશું. સાથે જ સમજીશું કે- નિષ્ણાત- ડૉ. રોહિત શર્મા, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, જયપુર પ્રશ્ન- ક્રિએટિન શું છે? જવાબ- ક્રિએટિન એક કુદરતી સંયોજન છે, જે શરીરમાં બને છે અને મુખ્યત્વે સ્નાયુઓમાં સંગ્રહિત રહે છે. જરૂર પડ્યે લોકો તેને સપ્લીમેન્ટ તરીકે પણ લે છે. તે જીમ જનારાઓ અને એથ્લેટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રશ્ન- ક્રિએટિનનું આપણા શરીરમાં શું કામ છે? જવાબ- ક્રિએટિનનું મુખ્ય કાર્ય હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ દરમિયાન સ્નાયુઓ સુધી ઝડપથી ઊર્જા પહોંચાડવાનું છે. ક્રિએટિન ATP બનાવવામાં મદદ કરે છે. ATP સ્નાયુઓને ઊર્જા આપે છે. એનો અર્થ એ છે કે જ્યારે શરીરમાં ક્રિએટિન હશે, ત્યારે સ્નાયુઓ સારી રીતે કામ કરશે, વધુ વજન ઉઠાવશે અને સક્રિય રહેશે. ગ્રાફિકમાં શરીરમાં ક્રિએટિનનું કાર્ય જુઓ- પ્રશ્ન- શરીરને દરરોજ કેટલા ક્રિએટિનની જરૂર હોય છે? જવાબ- ડૉ. રોહિત શર્માના મતે, શરીરને દરરોજ લગભગ 1-2 ગ્રામ ક્રિએટિનની જરૂર હોય છે. પ્રશ્ન- જો શરીરમાં ક્રિએટિન ન હોય અથવા ઓછું હોય તો તેનાથી શું નુકસાન થાય છે? જવાબ- ક્રિએટિનની ઊણપથી આ સમસ્યાઓ થઈ શકે છે- પ્રશ્ન- ક્રિએટિન શરીર પોતે બનાવે છે કે તે ખોરાકના સ્ત્રોતમાંથી મળે છે? જવાબ- શરીરમાં હાજર ક્રિએટિનનો લગભગ અડધો ભાગ આહારમાંથી મળે છે. બાકીનો ભાગ લિવર, કિડની અને સ્વાદુપિંડમાં કુદરતી રીતે બને છે. શરીરમાં હાજર ક્રિએટિનનો લગભગ 95% ભાગ હાડપિંજરના સ્નાયુઓમાં (હાડકાં સાથે જોડાયેલા સ્નાયુઓ) સંગ્રહિત થાય છે. બાકીનો ભાગ હૃદય, મગજ અને અન્ય પેશીઓમાં હોય છે. પ્રશ્ન- ખાવા-પીવાની કઈ વસ્તુઓમાં ક્રિએટિન હોય છે? જવાબ- ક્રિએટિન મુખ્યત્વે એનિમલ-બેઝ્ડ ફૂડ્સમાં જોવા મળે છે. ગ્રાફિકમાં ફૂડ સોર્સ જુઓ- પ્રશ્ન- શું માત્ર ફૂડથી ક્રિએટિનની જરૂરિયાત પૂરી થઈ શકે છે? જવાબ- સામાન્ય રીતે ક્રિએટિનની જરૂરિયાતનો અમુક ભાગ ફૂડથી પૂરો થઈ શકે છે. માંસ-માછલી જેવા ફૂડ ક્રિએટિનના સારા સ્ત્રોત છે. તેથી દરેક સ્વસ્થ વ્યક્તિ માટે ક્રિએટિન સપ્લીમેન્ટ લેવું જરૂરી નથી. જોકે, પ્લાન્ટ-બેઝ્ડ ફૂડ્સમાં ક્રિએટિનનું પ્રમાણ નહિવત્ હોય છે. તેથી જીમ જનારા શાકાહારી લોકોને સપ્લીમેન્ટની જરૂર પડી શકે છે. પ્રશ્ન- લોકો ક્રિએટિન સપ્લીમેન્ટ શા માટે લે છે? શરીરને ક્યારે તેની જરૂર પડે છે? જવાબ- જ્યારે શરીરને ક્રિએટિનની જરૂરિયાત ખોરાક અને શરીરમાં બનતી માત્રાથી પૂરી ન થઈ શકે, ત્યારે લોકો ક્રિએટિન સપ્લીમેન્ટ લે છે. તેની જરૂરિયાત સામાન્ય રીતે એથ્લેટ્સ અને હેવી વર્કઆઉટ કરનારાઓને હોય છે. ગ્રાફિકમાં ક્રિએટિન સપ્લીમેન્ટ લેવાના તમામ કારણો જુઓ- પ્રશ્ન- ડૉક્ટર કયા લોકોને ક્રિએટિન સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે? જવાબ- ડૉક્ટર સ્વાસ્થ્ય, આહાર અને કસરતને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને આ સપ્લીમેન્ટ લેવાની સલાહ આપી શકે છે, જેમ કે- પ્રશ્ન- ક્રિએટિન સપ્લીમેન્ટ લેવાની સાચી રીત શું છે? જવાબ- આ વ્યક્તિના સ્વાસ્થ્ય અને જરૂરિયાત પર આધાર રાખે છે. તેથી સપ્લીમેન્ટ શરૂ કરતા પહેલા હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ. પ્રશ્ન- શું ક્રિએટિન સપ્લીમેન્ટની કોઈ આડઅસર પણ છે? જવાબ- ક્રિએટિન એક સુરક્ષિત સપ્લીમેન્ટ છે. જોકે, વધુ પડતા અથવા ખોટા ઉપયોગથી કેટલીક આડઅસરો થઈ શકે છે, જેમ કે- પ્રશ્ન- કયા લોકોએ ક્રિએટિન સપ્લીમેન્ટ ન લેવું જોઈએ? જવાબ- કેટલાક લોકોએ ક્રિએટિન સપ્લીમેન્ટ લેતાં પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. ગ્રાફિકમાં જુઓ, કોણે આ સપ્લીમેન્ટ ન લેવું જોઈએ- પ્રશ્ન- ક્રિએટિન સપ્લીમેન્ટ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- ક્રિએટિન શરૂ કરતા પહેલા તમારા સ્વાસ્થ્ય અને જરૂરિયાતને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગ્રાફિકમાં જરૂરી સાવચેતીઓ જુઓ- પ્રશ્ન- શું ડૉક્ટરની સલાહ વિના પોતાની મરજીથી આ સપ્લીમેન્ટ લઈ શકાય? જવાબ- ના, ક્રિએટિન સપ્લીમેન્ટ શરૂ કરતા પહેલા ડોક્ટર અથવા હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ. તેઓ તમારા સ્વાસ્થ્ય અને જરૂરિયાત અનુસાર તેની સાચી માત્રા અને ઉપયોગ કરવાની રીત જણાવે છે. પ્રશ્ન- શું અન્ય દવાઓ સાથે ક્રિએટિન સપ્લીમેન્ટ લઈ શકાય? જવાબ- જો તમે કોઈ દવા, વિટામિન અથવા અન્ય સપ્લીમેન્ટ લેતા હોવ, તો ક્રિએટિન શરૂ કરતા પહેલા ડૉક્ટરને તેની જાણ કરો. ડૉક્ટર તમારી દવાઓ અને સ્વાસ્થ્યની સ્થિતિના આધારે યોગ્ય સલાહ આપશે. પ્રશ્ન- નિયમિત ક્રિએટિન સપ્લીમેન્ટ લેનારાઓને ડોઝ બંધ કરવાથી કઈ આડઅસરો દેખાઈ શકે છે? જવાબ- ક્રિએટિન બંધ કર્યા પછી શરીરમાં ક્રિએટિનનું સ્તર આગામી કેટલાક અઠવાડિયામાં ધીમે ધીમે ઘટી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોમાં આ સમસ્યાઓ થઈ શકે છે-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *