Love Story : 5 બાળકોની માતા એવી સાસુ સાથે લગ્ન કરવાની જીદ પર અડ્યો જમાઇ, પત્ની અંગે પણ આપ્યું ચોંકાવનારું નિવેદન

📅 Published: September 17, 2026 | 📂 Category: India National

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સાસુ અને જમાઇના કથિત સંબંધને લઈને પરિવારિક વિવાદ સામે આવ્યો છે. 20 વર્ષનો યુવક પોતાની 35 વર્ષની સાસુ સાથે રહેવાની અને લગ્ન કરવાની જીદ પર અડગ હોવાનું કહેવાય છે. મહિલાને 5 બાળકો છે અને તેના પતિનું લગભગ 2 વર્ષ પહેલાં અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સામે યુવકે વ્યક્ત કરી ઈચ્છા

વાયરલ થયેલી વાતચીતમાં યુવક તેજવીર પોલીસને કહેતો સંભળાય છે કે બંને એકબીજાને પસંદ કરે છે અને સાથે રહેવા માંગે છે. પોલીસ દ્વારા સંબંધ વિશે પૂછવામાં આવતા તેણે મહિલાને પોતાની સાસુ તરીકે ઓળખાવી હતી. યુવકે એમ પણ કહ્યું હોવાનું સામે આવ્યું છે કે તેની પત્ની સાથે રહેવા માંગે તો રહી શકે છે, નહીં તો તેને કોઈ વાંધો નથી.

અમે બંને સાથે રહેવા માંગીએ છીએ

આ યુવક કહેતો સંભળાય છે કે અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. તે મારી સાસુ છે, અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારી પત્ની મારી સાથે રહે કે ન રહે તે મહત્વનું નથી. તે ખોટું તો છે જ, પણ હું શું કરી શકું ? જો તેના પાંચ બાળકો અમારી સાથે રહેવા માંગે છે, તો અમે તેમને પણ ઉછેરીશું…

મહિલાના બાળકોનો વિરોધ

મહિલાના પુત્ર અંશુલે જણાવ્યું કે તેણે પોતાની માતા અને તેજવીરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પોતાના નિર્ણયથી પાછળ હટવા તૈયાર નહોતા. પરિવારના વિરોધને કારણે ઘરમાં હંગામો થયો હતો. અંશુલે એવો પણ આક્ષેપ કર્યો કે વિવાદ દરમિયાન ગેસ સિલિન્ડરમાં આગ લગાવવાનો પ્રયાસ થયો હતો. આ દાવાની હકીકત અંગે પોલીસ તપાસ કરી રહી છે.

5 બાળકોની જવાબદારી લેવાની વાત

પોલીસની પૂછપરછ દરમિયાન યુવકે મહિલાના 5 બાળકો વિશે જાણકારી હોવાની વાત કરી હતી. તેણે જણાવ્યું હોવાનું કહેવાય છે કે જે બાળકો તેમની સાથે રહેવા માંગશે, તેમને સાથે રાખવામાં આવશે અને તેમની જવાબદારી પણ લેવામાં આવશે. જોકે, આ દાવાઓ અંગે પોલીસ તરફથી કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર થયો નથી.

પરિવારિક કાર્યક્રમ દરમિયાન વિવાદ

મળતી માહિતી મુજબ, મહિલા અને યુવક મૈનપુરીના ખરગજીત નગર વિસ્તારમાં એક સંબંધીને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં મહિલાના બાળકોને બંને વચ્ચેની નિકટતાની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનોમાં વિરોધ અને બોલાચાલી શરૂ થઈ હતી. મામલો વધતાં પોલીસને જાણ કરવામાં આવી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ ચાલુ

પોલીસે યુવક અને મહિલાની અલગ-અલગ પૂછપરછ કરી હતી. બંનેની ઈચ્છા અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. હાલમાં કોઈ લેખિત ફરિયાદ મળ્યા બાદ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવાયું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *