PM મોદીના જન્મદિવસ પર ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન:લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે યોજાયો, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત અગ્રણીઓ હાજર રહ્યા

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહીસાગર જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ અંતર્ગત લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે પણ એક રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સાંસદ રાજપાલસિંહ જાદવ અને જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારની હાજરીમાં થયો હતો. આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા, જિલ્લા ભાજપ પ્રભારી વિશાલ ભરવાડ, પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ અને પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક સહિતના સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ મહાનુભાવો અને કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે શુભકામનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો અને રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સેવાના આ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો. માનવસેવાના આ સારા કામની કદર રૂપે, સૌથી વધુ વખત રક્તદાન કરનારા દાતાઓનું મહાનુભાવોના હાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *