જય જલારામ હોમિયોપેથિક કોલેજને દેશભરમાંથી સર્વોચ્ચ 'A+' ગ્રેડ મળ્યો:પંચમહાલના શહેરાની કોલેજે ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સિદ્ધિ મેળવી

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલી જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજને દેશભરમાંથી સર્વોચ્ચ ‘A+’ ગ્રેડ મળ્યો છે. આ કોલેજ અને હોસ્પિટલે એક મોટી સિદ્ધિ મેળવી છે. નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે ભારતની આશરે 300 હોમિયોપેથિક મેડિકલ કોલેજોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજને સૌથી ઊંચો ‘A+’ ગ્રેડ આપવામાં આવ્યો. આ સિદ્ધિ ગુણવત્તાયુક્ત હોમિયોપેથિક તબીબી શિક્ષણ, સારી આરોગ્ય સેવાઓ અને હોમિયોપેથિક ઉપચાર પ્રત્યે સંસ્થાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. સંસ્થાના સંચાલન મંડળનું માર્ગદર્શન, ફેકલ્ટી સભ્યોનું શિક્ષણ, વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ સ્ટાફની મહેનતને કારણે આ સફળતા મળી છે. આ માટે સમગ્ર જય જલારામ પરિવારને અભિનંદન.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *