IND vs AFG 3rd T20 LIVE : ભારતે અફઘાનિસ્તાન સામે જીત માટે રાખ્યું 221 રનનું લક્ષ્ય

📅 Published: September 17, 2026 | 📂 Category: cricket

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી તથા આખરી T20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે અફઘાનિસ્તાન સામે જીત માટે 222 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો છે. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 221 રન બનાવ્યા છે. યુવા ઓપનર અભિષેક શર્માએ વિસ્ફોટક સદી ફટકારીને મેદાન ગજવ્યું હતું. તેણે સંજુ સેમસન સાથે મળીને 142 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

અભિષેકે ફટકારી તોફાની સદી 

અભિષેકે માત્ર 34 બોલમાં 108 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં 9 ચોગ્ગા અને 11 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. તે 10મી ઓવરમાં રાશિદ ખાનની બોલિંગનો શિકાર બન્યો હતો. માત્ર 30 બોલમાં જ સદી ફટકારીને તેણે ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ પણ ફૂલ-મેમ્બર ટીમ વિરુદ્ધ સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. અભિષેક બાદ બેટિંગ કરવા આવેલા તિલક વર્મા માત્ર 5 બોલમાં 2 રન બનાવીને રન આઉટ થઈ ગયો હતો. જ્યારે સંજુ સેમસને 35 બોલમાં 50 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેમાં તેના બેટેથી 2 ચોગ્ગા અને 4 છગ્ગા નીકળ્યા હતા. સેમસન 14મી ઓવરમાં આઉટ થયો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ-11 ટીમ : 

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, યશ ઠાકુર.

અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઇંગ-11 ટીમ :

ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ-કીપર), સેદીકુલ્લાહ અટલ, અબ્દુલ્લા અહમદઝાઈ, દરવીશ રસુલી, નૂર-ઉલ-રહેમાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *