બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસર 11,111 દીવડાઓની ઝગમગાહટથી પ્રકાશિત થઈ ઉઠ્યું હતું. સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ સંધ્યા આરતી યોજાઈ હતી. 11,111 દીવડાઓ પ્રગટાવી મહાઆરતી યોજાઈ
કાર્યક્રમ અંતર્ગત 11,111 દીવડાઓ પ્રગટાવી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સમૂહ સંધ્યા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાઆરતીમાં જોડાઈને હનુમાનજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં કરવામાં આવેલી આકર્ષક રોશનીના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. પરસોત્તમ રૂપાલા સહિત આગેવાનોની ઉપસ્થિતિ
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત બાબુભાઈ જેબલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ અને સુરેશ ગોધાણી ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભક્તોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રોશની અને આતશબાજીએ વધારી ભવ્યતા
કાર્યક્રમના અંતે આકાશમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. 11,111 દીવડાઓની ઝગમગાહટ, રંગબેરંગી રોશની અને આકાશમાં થયેલી આતશબાજીના નજારાથી સાળંગપુરમાં ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો.
સાળંગપુરમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી:11,111 દીવડાઓની ઝગમગાહટ વચ્ચે ભવ્ય સમૂહ સંધ્યા આરતી, સંતો-હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
