Valsad : વલસાડ તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરાયું

📅 Published: September 17, 2026 | 📂 Category: Valsad

**વલસાડ : વલસાડ ખાતે રૂ 3.10 કરોડનાખર્ચે નિર્મિત વલસાડ તાલુકા પંચાયત કચેરીની લોકાર્પણ વિધિ આજરોજ દેશના વડાપ્રધાનના જન્મદિને રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી કનુભાઈ અને જિ પં પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, નવા મકાનના લોકાર્પણથી અધિકારીઓ અને કર્મચારીઓને સારી સુવિધા મળવાથી ઉર્જા સાથે કામ કરશે. વલસાડ- ડાંષના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આભારવિધિતા. પં. પ્રમુખ કિશોરભાઈ મેહવાલાએ કરી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, ડી. ડી .ઓ અતિરાગ ચપલોત, જિ પો.અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા ભાજપપ્રમુખ હેમંતભાઈ કંસારા, તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. **

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *