Surat : ઓલપાડ ગ્રૂપ કો. કોટન મંડળીની નવી ઓફિસનું લોકાર્પણ કરાયું

📅 Published: September 17, 2026 | 📂 Category: Surat

સાંધીએર : દેશની આઝાદી પૂર્વે સ્થપાયેલી ઓલપાડ જીન કેમ્પસની ધી ઓલપાડ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટીની રૂ.15 લાખના ખર્ચે નવનિર્મિત ઓફિસનું લોકાર્પણ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંડળીના પ્રમુખ મનહરભાઈ કે. પટેલે જણાવ્યું હતું કે, આ મંડળીની સ્થાપના તા.17-09-1934માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નવી ઓફિસનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે મંડળીની મહિલા ડિરેક્ટરો પૈકી દિવ્યાબેન અને ભાવનાબેન, ઈકફે કંપનીના ફ્લ્ડિ ઓફિસર દર્શન કોરાટ, ક્રિભકો કંપનીના જતિન હિરપરા, સુરત એપીએમસના ચેરમેન અંકુર પટેલ, તળાદ કોટનના પ્રમુખ અરવિંદ પટેલ, સોંદલાખારા દૂધ મંડળીના પ્રમુખ વસંત પટેલ, તુવેર ભોયસિંગ મંડળીના પ્રમુખ મનહર પટેલ, સાયણ સુગરના ડિરેક્ટર યોગેશ પટેલ, અન્ય સહકારી અગ્રણીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સભાસદો અને અગ્રણીઓને માટીના દીવડાઓ ઘરે પ્રગટાવવા માટે ભેટમાં આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *