હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ
મદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ સુસવાટા મારતા પવનો સાથે વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં વાદળોના ગળગળાટ વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. અડધા ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ
રાજ્યમાં સિઝનનો 85 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હજી પણ 9 ટકા વરસાદની ઘટ છે. જિલ્લાની વાત કરીએ તો 17 જિલ્લા એવા છે કે જ્યાં 12 ટકાથી લઈ 78 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. ભાદરવાના પ્રારંભે વરસેલા વરસાદના કારણે ખેતીને તો હાલ પૂરતો ટેકો થઈ ગયો છે. પરંતુ, જો આગામી દિવસોમાં વધુ વરસાદ ન વરસે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈ ચિંતા વધી શકે છે.
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ:ગોતા-ઓગણજમાં 40 મિનિટમાં બે ઇંચ વરસાદ પડતાં પાણી ભરાયા, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
