વલસાડ જિલ્લામાં વાપીના કસ્ટમ રોડ પર એક્ટિવા અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી બન્ને વાહનોને ભારે નુકસાન થયું હતું. તેમજ બન્ને વાહનોમાં સવાર ત્રણેય લોકો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માત બે દિવસ પહેલા સર્જાયો હતો. જેના હાલ CCTV સામે આવ્યાં છે. કસ્ટમ રોડ પર એક્ટિવામાં સવાર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન સામેની પૂરપાટ આવતા બાઈક ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને વાહનોમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, આ અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હાલત કેવી છે, તે અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
વાપીમાં પૂરપાટ આવતી બાઈકે એક્ટિવાને ઉડાડી, CCTV:બન્ને વાહનોમાં સવાર ત્રણેય લોકો રોડ પર ફંગોળાયા, સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યાં
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
