Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી ઉત્તર ભારતના વિવિધ શહેરો તરફ જતી 18 સ્પેશિયલ ટ્રેનોની સેવા લંબાવવામાં આવી છે.કેટલીક ટ્રેનોની ટ્રીપ નવેમ્બર સુધી વધારવામાં આવી છે.જ્યારે કેટલીક ટ્રેનોની વધારાની ટ્રીપ પણ શરૂ કરવામાં આવશે.ગાંધીગ્રામ ખાતે પ્લેટફોર્મની મર્યાદાને કારણે 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે 04180 સાબરમતી-પ્રયાગરાજ સ્પેશિયલ તરીકે દોડશે.નવી સેવા 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રહેશે.

ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું

04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ હવે 04179 પ્રયાગરાજ-સાબરમતી તરીકે 3 ઓક્ટોબરથી 28નવેમ્બર સુધી દોડશે.04179 પ્રયાગરાજથી સાંજે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3.40 વાગ્યે સાબરમતી પહોંચશે.જ્યારે 04180 સાબરમતીથી સાંજે 5.45 વાગ્યે ઉપડશે.ફતેહપુરથી મહેસાણા વચ્ચેના સમય અને સ્ટોપેજમાં ફેરફાર નહીં થાય.પ્લેટફોર્મની મર્યાદાને કારણે 01906 આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના ટુંડલા,ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશનના સમયમાં ફેરફાર કરાયો છે.આ ફેરફાર 6 ઓક્ટોબરથી અમલમાં આવશે.ગુજરાત સાથે જોડાયેલી આ વિસ્તૃત સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ 19 સપ્ટેમ્બર 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે.

આ પ્રમાણે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

ઉધના-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09078) 25 નવેમ્બર 2026 સુધી અને પરત આગ્રા કેન્ટ-ઉધના (09077) 24 નવેમ્બર સુધી દોડશે

ઉધના-પ્રયાગરાજ સ્પેશિયલ (04106) 30 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-ઉધના (04105) 29 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે

ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ (04146)ની વધારાની ટ્રીપ 20 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર મંગળવાર અને શુક્રવારે દોડશે

સુબેદારગંજ-ઉધના (04145) 19 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર સોમવાર અને ગુરૂવારે દોડશે

વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04120) 29 નવેમ્બર સુધી અને પરત 04119 28 નવેમ્બર સુધી દોડશે

બીજી વલસાડ-સુબેદારગંજ સ્પેશિયલ (04178) ૨૫ નવેમ્બર સુધી અને પરત 04177 24 નવેમ્બર સુધી દોડશે

આસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ (09097) 24 નવેમ્બર સુધી અને પરત 09098 23 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે

જ્યારે આસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ (01906) 1 ડિસેમ્બર સુધી અને પરત 01905 30 નવેમ્બર સુધી દોડશે

વેરાવળ-પ્રયાગરાજ સ્પેશિયલ (04174) 27 નવેમ્બર સુધી અને પરત પ્રયાગરાજ-વેરાવળ (04173) 26 નવેમ્બર સુધી દોડશે

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *