અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો ‘નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬’ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મોડાસાના યુ.જી.સી. બી.એડ. કોલેજ કેમ્પસ ખાતે યોજાયો હતો. આ સેમિનાર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત રંજનાબેન પ્રતાપભાઈ ગોગીવાલા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા આયોજિત કરાયો હતો. સેમિનારનો મુખ્ય વિષય “Indian Energy Basket 2047: Prospects and Challenges – ભારતીય ઊર્જા બાસ્કેટ ૨૦૪૭: સંભાવનાઓ અને પડકારો” હતો. અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની ઊર્જા જરૂરિયાતો, ઊર્જા ક્ષેત્રની સંભાવનાઓ અને ભવિષ્યના પડકારો વિશે પોતાના વિચારો અને પ્રેઝન્ટેશન રજૂ કર્યા. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવાનો હતો. અહીં ઉત્સાહભર્યું અને સ્વસ્થ સ્પર્ધાત્મક વાતાવરણ જોવા મળ્યું. સ્પર્ધામાં ડેમાઈની GIPS સ્કૂલના વિદ્યાર્થી ગોસાઈ મૈત્રીસ જે.એ પ્રથમ સ્થાન મેળવ્યું. ભિલોડાની એસ.ડી. વ્યાસ હાઈસ્કૂલના વિદ્યાર્થી બોદર હેનીલ એમ.એ બીજું અને આ જ શાળાના વિદ્યાર્થી ડામોર મયંક એલ.એ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ અને મંત્રી ડૉ. આર.સી. મહેતા દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી. આ કાર્યક્રમમાં ડૉ. મનોજભાઈ ગોગીવાલા અને ડૉ. હરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ, એમ.એડ. કોલેજ, મોડાસા ખાસ હાજર રહ્યા હતા. સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ. દિનેશભાઈ ફૂદાણી અને તન્મય પ્રજાપતિએ સ્પર્ધાના નિર્ણાયક તરીકે કામ કર્યું. આગળના તબક્કામાં, પ્રથમ અને બીજું સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાના પ્રોજેક્ટ/પ્રેઝન્ટેશન રજૂ કરશે.
અરવલ્લીમાં વિદ્યાર્થીઓએ ઊર્જા ક્ષેત્રના ભાવિ પર વિચારો રજૂ કર્યા:‘Indian Energy Basket 2047’ વિષય પર જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
