મોરબી જિલ્લામાં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ હેઠળ છ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ અને વિવિધ બ્લડ બેંકોએ મળીને આ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં કુલ ૪૫૭ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા અને દુલાભજીભાઈ દેથરીયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. મોરબી ખાતેના સંસ્કાર હોલ અને GMERS મેડિકલ કોલેજમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા પણ હાજર હતા. મેયર ઉત્તમભાઈ સુરાણીએ પોતે રક્તદાન કરીને લોકોને પ્રેરણા આપી હતી. ટંકારામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. હળવદ ખાતે પ્રકાશભાઈ વરમોરાએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે હાજર તમામ મહાનુભાવોએ લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે રક્તદાન એ જીવન બચાવવાનું મહત્વનું સેવાકાર્ય છે. નાગરિકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ અને સેવાભાવ વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. રક્તદાતાઓ તરફથી મળેલા ઉત્સાહભેર પ્રતિસાદથી “સેવા મેરા યોગદાન”ના સંદેશને વધુ વેગ મળ્યો.
મોરબી જિલ્લામાં છ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:સેવા મેરા યોગદાન અંતર્ગત 457 યુનિટ રક્તદાન કરાયું, મંત્રી-ધારાસભ્યો હાજર રહ્યા
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
