Crime : લગ્ન પહેલાં ‘પ્લેબોય’ સાથે સંબંધ રાખવા શરત મૂકી..પછી ખુલી એવી પોલ કે મહિલા ડૉક્ટર ચોંકી ગઈ, વાંચો ચોંકાવનારો કિસ્સો

📅 Published: September 18, 2026 | 📂 Category: Crime

મહારાષ્ટ્રના વસઈમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જ્યાં 30 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે લગ્નના નામે છેતરપિંડી કર્યાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, 34 વર્ષીય સુભાષ સાતપુતેએ પોતાને IT એન્જિનિયર તરીકે ઓળખાવી ડૉક્ટર સાથે લગ્ન માટે સંપર્ક કર્યો હતો. આરોપીએ વાર્ષિક 37 લાખનું પેકેજ અને મુંબઈમાં પોતાનું ઘર હોવાનો દાવો કર્યો હતો. મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Shaadi.com પરથી શરૂ થયો સંપર્ક

ડૉક્ટરે લગ્ન માટે Shaadi.com પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. આ પ્લેટફોર્મ મારફતે સુભાષ સાતપુતેએ તેની સાથે સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે ફોન પર સતત વાતચીત શરૂ થઈ અને ડૉક્ટરને આ સંબંધ લગ્ન માટે યોગ્ય લાગ્યો હતો.

લગ્ન પહેલાં મૂકી કથિત વિચિત્ર શરત

પોલીસ ફરિયાદ મુજબ, સંબંધ આગળ વધ્યા બાદ આરોપીએ ડૉક્ટર સમક્ષ કથિત રીતે શરત મૂકી હતી કે લગ્ન પહેલાં તેની યૌન ક્ષમતાની ‘પરીક્ષા’ થવી જોઈએ. આ માટે ડૉક્ટરને અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત કહેવામાં આવી હતી.

પ્લેબોય સાથે સંબંમધ બાંધવાનું કહેવાયું 

આરોપીએ એક મોબાઇલ નંબર આપીને તે વ્યક્તિ ‘પ્લેબોય’ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. કથિત રીતે આ ‘પરીક્ષા’માં સફળ થયા બાદ જ લગ્ન કરવાની વાત આગળ વધારવાનું કહેવામાં આવ્યું હતું.

હોટલમાં મુલાકાત, વીડિયો બનાવ્યાનો આરોપ

ડૉક્ટર આરોપીની વાતમાં આવીને જણાવેલા વ્યક્તિને મળવા હોટલ પહોંચી હતી. ફરિયાદ મુજબ, ત્યાં બંને વચ્ચે શારીરિક સંબંધ બન્યા હતા અને આ મુલાકાતનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો આરોપીને મોકલવામાં આવ્યો હોવાનો દાવો છે.

લગ્નની વાત આવી તો જ્યોતિષીનું બહાનું

આ ઘટના બાદ ડૉક્ટરને આશા હતી કે હવે લગ્ન નક્કી થશે. જોકે, ફરિયાદ મુજબ આરોપીએ અચાનક લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કથિત રીતે જ્યોતિષીની સલાહનો હવાલો આપ્યો અને કહ્યું કે ડૉક્ટર સાથે લગ્ન કરવાથી 3 મહિનામાં તેનું મૃત્યુ થઈ જશે. આ વાતથી ડૉક્ટરને સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો અને તેણે પોલીસનો સંપર્ક કર્યો.

‘પ્લેબોય’ અને IT એન્જિનિયર એક જ વ્યક્તિ હોવાનો દાવો

પોલીસ તપાસમાં ચોંકાવનારી કડી સામે આવી હોવાનો દાવો છે. ડૉક્ટરને જે વ્યક્તિ સાથે હોટલમાં મળવા મોકલવામાં આવી હતી, તે કોઈ ત્રીજો વ્યક્તિ નહીં પરંતુ પોતે જ સુભાષ સાતપુતે હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ કથિત રીતે IT એન્જિનિયરની ઓળખ બનાવીને ડૉક્ટર સાથે સંપર્ક કર્યો અને બાદમાં બીજી ઓળખ ધારણ કરીને હોટલમાં તેની સાથે મુલાકાત કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી

ડૉક્ટરની ફરિયાદના આધારે વાલિવ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ આરોપીની ઓળખ સુભાષ સાતપુતે તરીકે થઈ અને તેની ધરપકડ કરવામાં આવી. તે નાલાસોપારાના સંતોષભુવન વિસ્તારમાં રહેતો હોવાનું જણાવાયું છે.

પોલીસ તપાસ શરુ

પોલીસ હવે આરોપીના મોબાઇલ ફોન, ઓનલાઇન પ્રોફાઇલ, ડૉક્ટર સાથેની વાતચીત અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરી રહી છે. આરોપીએ આ જ પદ્ધતિથી અન્ય કોઈ મહિલાનો સંપર્ક કર્યો હતો કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.  

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *