તમે કદાચ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાનને તમે હંમેશા કુલ, હસતા અને ખુશમિજાજમાં જોયા હશે પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા છે.
રડી પડ્યા ચિરાગ પાસવાન
મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા ન હતા. તેઓ બાપ્પાનું વિસર્જન કરતી વખતે રડી પડ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સાથ નિભાના સાથિયા ફેમ જીગર એટલે કે વિશાલ સિંહ પણ હતા. તેઓ પણ ચિરાગ પાસવાનની સાથે ભાવુક થતા જોવા મળ્યા હતા. તેમની આંખોમાં આંસુ જોઈને ચાહકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
ગણપતિ બાપ્પાની વિદાય
વાયરલ થયેલા વીડિયોમાં ચિરાગ પાસવાન અને વિશાલ સિંહ ગુલાબી રંગના પોશાકમાં એકસરખા દેખાઈ રહ્યા છે. પાણી ભરેલા પાત્રમાં વિસર્જનની વિધિ કરતી વખતે ચિરાગ અને વિશાલ સતત રડતા જોવા મળ્યા હતા. તેમને જોઈને સ્પષ્ટ થાય છે કે બાપ્પાને વિદાય આપવી તેમના માટે કેટલું મુશ્કેલ છે. તેમની આ ઊંડી ભક્તિએ ચાહકોને પ્રભાવિત કર્યા છે.
અભિનેતામાંથી બન્યા રાજકારણી
ચિરાગ પાસવાનની વાત કરીએ તો, રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ અભિનેતા હતા. તેમણે કંગના રનૌત સાથે હિન્દી ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં કામ કર્યું હતું; આ તેમની પ્રથમ ફિલ્મ હતી, જોકે તે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. શો-બિઝનેસમાં તેમની સફર ટૂંકી રહી હતી અને ત્યારથી તેઓ રાજકારણમાં સક્રિય છે. ચિરાગ પાસવાન ખૂબ જ લોકપ્રિય છે અને તેમને તેમના ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. બીજી તરફ, વિશાલ સિંહ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ‘કુછ ઈસ તરહ’, ‘કસમ સે’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા અનેક લોકપ્રિય ટીવી શોનોમાં જોવા મળી રહ્યા છે.
