Ahmedabad : સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ'ના લિરેલિરા : સાયન્સ સિટી સહિતના પોશ વિસ્તારોમાં પિક અવર્સમાં ચક્કાજામ

📅 Published: September 19, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના પોશ વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન વાહન લઈને નીકળવું માથાનો દુખાવો

બની રહ્યું છે. સાયન્સ સિટી, માનસી સર્કલ અને જજીસ બંગ્લોઝ, કર્ણાવતી ક્લબ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં

કામકાજે જવા અને પરત ફરવાના સમયે ટ્રાફિકની સ્થિતિ વકરે છે. વાહનોની ભીડને વ્યવસ્થિત રીતે પસાર કરાવવાનું નિયમન ખોરવાતાં નાગરિકોને અવરજવરમાં

હાલાકી ભોગવવી પડે છે. ભીડ વચ્ચે કેટલાક વાહનચાલકો ટ્રાફિક નિયમોનો સરેઆમ ઉલાળિયો કરે છે. પોશ વિસ્તારોમાં પણ ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળે છે. કેટલાકની મનમાનીથી નિયમ પાળતા વાહનચાલકોની મુશ્કેલી પણ વધે છે. પોતે આગળ નીકળી જવાની ઉતાવળમાં અન્ય વાહનોની અવરજવર અટકવાતા ટ્રાફિકની ગૂંચ વધુ

જટિલ બને છે.

ટ્રાફિકના નિયમોનો અમલ કરાવવા હાઈકોર્ટની ટકોર પછી પણ આ વિસ્તારોમાં રાહત અપાવવામાં

જવાબદાર તંત્ર સફ્ળ થયું નથી. પીક અવર્સમાં કયા જંક્શન પર વધુ દબાણ રહે છે, ત્યાં વાહનો ક્યાં અટકે છે અને અવરોધ કેવી રીતે દૂર કરવા, તેનું સ્થળ પ્રમાણે આયોજન કરવામાં તંત્રની ઈચ્છા શક્તિના અભાવે સ્માર્ટ સિટી અમદાવાદમાં

રોજ ટ્રાફિકના લિરેલિરા ઉડે છે. અનેક ટ્રાફિક પોઈન્ટ પર ટીઆરબી જવાન કે પોલીસ જોવા પણ નથી મળતી જેના પરિણામે સ્થિતિ

વધુ વણસે છે અને ટ્રાફિકના ચક્કાજામમાં શહેરીજનોનો સમય અને ઈંધણ બંનેનો વેડફાટ થાય

છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *