GLS યુનિવર્સિટીમાં 3-દિવસીય યુથ ફેસ્ટ 'Narrative 2026-27' નો ઉત્સાહભેર પ્રારંભ:ડિજિટલ સ્ટોરીટેલિંગ, ફોટોગ્રાફી અને સાહિત્યિક સ્પર્ધાઓથી યુવા કૌશલ્ય ખીલ્યું

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદની ગ્રાન્ટ લિબરેટરી સોસાયટી (GLS) યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય વાર્ષિક યુથ ફેસ્ટ ‘Narrative – Unfolding Stories of Youth 2026-27’ નો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફેસ્ટ સેન્ટેનિયલ કલ્ચરલ સેલિબ્રેશનના 8મા પ્રકરણના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. ફાઇન આર્ટસ અને રંગોલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કલાત્મક કૌશલ્ય પાથર્યું પ્રથમ દિવસે ફેકલ્ટી ઓફ લો દ્વારા આયોજિત ફાઇન આર્ટસ વિભાગમાં પોસ્ટર મેકિંગ, કોલાજ, રંગોલી, ક્લે મોડેલિંગ, ફેસ પેઇન્ટિંગ અને મહેંદી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ‘સાબરમતી રિવરફ્રન્ટ’, ‘ઇન્ડિયન હેરિટેજ’ અને ‘મધરહૂડ’ જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક સૂઝ રજૂ કરી હતી. ડિજિટલ સ્ટોરીટેલિંગ, ફોટોગ્રાફી અને સાહિત્યિક સ્પર્ધાઓથી યુવા કૌશલ્ય ખીલ્યું ડિજિટલ યુગના તાલ મિલાવતા ‘રીલ મેકિંગ’ અને ‘મોબાઈલ ફોટોગ્રાફી’ સ્પર્ધાઓ દ્વારા યુવાનોએ કેમ્પસ લાઈફના સંસ્મરણો કંડાર્યા હતા. આ ઉપરાંત ક્વિઝ, કાવ્ય પઠન, વક્તૃત્વ સ્પર્ધા (Elocution) અને વાદ-વિવાદ (Debate) જેવી બૌદ્ધિક સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા. થિયેટર અને શાસ્ત્રીય નૃત્યના મંચન સાથે યુથ ફેસ્ટના પ્રથમ દિવસની સફળ પૂર્ણાહુતિ પર્ફોર્મિંગ આર્ટ્સ વિભાગ અંતર્ગત યોજાયેલ ‘સ્કિટ’ (Skit) સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સામાજિક વિષયો પર નાટ્યાત્મક રજૂઆત કરી હતી, જ્યારે ‘ક્લાસિકલ ડાન્સ સોલો’ માં ભારતીય શાસ્ત્રીય નૃત્યની પરંપરાગત શૈલીથી મંચ ગુંજી ઉઠ્યો હતો. પ્રથમ દિવસની સફળતા બાદ આગામી બે દિવસોમાં પણ વધુ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *