રાજ્યમાં આજે ભારે વરસાદની કોઈ શક્યતા નથી. કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 22 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ ખેડાના નડિયાદમાં 61 મીમી વરસાદ નોંધાયો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં 113 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત 89 ટકા,. ઉત્તર ગુજરાત 71 ટકા, સૌરાષ્ટ્ર 68 ટકા અને કચ્છમાં 57 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 8 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં આજની તારીખે 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો અહીં તો 22 ટકા વરસાદની ઘટ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન 77 તાલુકામાં વરસાદ:રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ, હજી પણ 8 ટકાની ઘટ; આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
