મોરબીમાં નાના ધંધાર્થીઓ પાસે ગેરકાયદે ઉઘરાણાનો વીડિયો વાયરલ:ગેરકાયદેસર લીધેલા પૈસા પરત અપાવવા મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો કડક આદેશ

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

મોરબીમાં લીલોતરી અને શાકભાજી વેચતા નાના વેપારીઓ પાસેથી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક પીડિત મહિલાએ રજૂઆત દરમિયાન “કાનાભાઈ જોડે જાવ” તેવો ઉલ્લેખ કરતાં સમગ્ર મામલે ચર્ચા જાગી છે. વાયરલ વીડિયોની નોંધ લઈ મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ અને સ્થાનિક વેપારીઓના આક્રોશને ધ્યાને લઈ મંત્રી કાંતિભાઈ અમૃતિયા ત્વરિત હરકતમાં આવ્યા હતા. તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત મહિલાઓ તથા નાના ધંધાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. મંત્રીએ પીડિત મહિલાઓ અને નાના વેપારીઓની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સ્થળ પર પહોંચેલા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ લીલું વેચતી મહિલાઓ અને નાના વેપારીઓની આપવીતી અને રજૂઆતો અત્યંત ગંભીરતાથી સાંભળી હતી. વેપારીઓએ પાલિકા સ્ટાફ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને નાણાં ઉઘરાવવાની પદ્ધતિ અંગે મંત્રી સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી. ગેરકાયદેસર લીધેલા પૈસા પરત અપાવવા મંત્રીનો કડક આદેશ નાના ધંધાર્થીઓની રજૂઆત બાદ મંત્રીએ તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે જો કોઈ પણ કર્મચારી કે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવ્યા હોય, તો તે તાત્કાલિક અસરથી વેપારીઓને પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવે. મંત્રીના આ આશ્વાસનથી નાના વેપારીઓએ રાહત અનુભવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *