પાટણના પીપળાગેટ રામાપીર મંદિરે નેજા ચઢાવાયા:ભાદરવા સુદ નોમ નિમિત્તે મારવાડી ભીલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

ભાદરવા સુદ નોમ નિમિત્તે પાટણ શહેરમાં રામાપીરના ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પીપળાગેટ ખાતે આવેલા રામાપીરના મંદિરે મારવાડી ભીલ સમાજ દ્વારા નેજા ચઢાવવામાં આવ્યા હતા. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ સમાજ દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ-નગારાના અવાજ અને ‘જય બાબારી’ના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરમાં નેજા ચઢાવ્યા પછી આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *