અલથાણમાં પસ્તીની દુકાનનું શટર તોડી ચોરી કરનાર હરણ ગેંગનો પર્દાફાશ:ગળા પર હરણનું ટેટુ, બે શખસ જેલહવાલે; નવસારી બસ ડેપો સામેથી મોટરસાયકલ ચોરી'તી

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા અને વણઉકેલાયેલા કેસોના ભેદ ઉકેલવા ચાલી રહેલી તપાસ દરમિયાન બોટનિકલ ગાર્ડન પાસેથી બે શકમંદ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પવન સંજયકુમાર પાસવાન (રહે. ગિરધરનગર સોસાયટી, ગોગાચોક, અડાજણ) અને પંકજ મનોજભારતી ગોસ્વામી (રહે. ગોલ્ડન સોસાયટી, માસ્મા, ઓલપાડ)ને કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા રોકડા રૂ. 1.20 લાખ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પસ્તીની દુકાનનું શટર તોડીને 1.90 લાખ ચોર્યા હતા, બે ગુનાનો ભેદ ઉકેલાયો
ઝડપાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા તેઓએ કબૂલાત કરી હતી કે થોડા દિવસો પહેલાં અલથાણ સ્થિત વાસ્તુ ડિસ્કવરીમાં આવેલી શિવશક્તિ પસ્તીની દુકાનનું શટર તોડીને ગલ્લામાંથી રોકડા રૂપિયા 1,90,000ની ચોરી કરી હતી. આ ઉપરાંત આશરે દસેક દિવસ પહેલાં નવસારી બસ ડેપો સામે આવેલા કે.કે. પ્લાઝાના પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવી હતી, જે અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો હતો. આમ, રોકડા રૂપિયા 1,20,000 અને આશરે રૂપિયા 30,000ની કિંમતની બાઇક મળી કુલ રૂપિયા 1,50,000નો મુદ્દામાલ જપ્ત કરીને બે વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ગળા પર હરણનું ટેટુ હરણ ગેંગની ઓળખ છે
આ ટોળકી હરણ ગેંગ તરીકે ઓળખાય છે, જેના સભ્યો પોતાના ગળાના નીચેના ભાગમાં હરણના મોઢાનું ટેટુ કરાવવાની ખાસ ઓળખ ધરાવે છે. તેઓ સાંજથી મોટરસાયકલ પર નીકળીને બંધ દુકાનોની રેકી કરતા હતા અને વહેલી સવારે ભેગા મળી શટરને વચ્ચેથી ઉંચકી અંદર ઘૂસીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપીઓના ભૂતકાળની તપાસ કરતા પંકજ ગોસ્વામી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાંદેર વિસ્તારમાં ગંભીર ગુનો તથા પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે, તેમજ પાલ પોલીસ મથકમાં પણ ચોરીનો ગુનો દાખલ થયેલો છે. આ બંને રીઢા ગુનેગારોની અટકાયત કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *