Ahmedabad News : 'ગરબા પાર્ટનર જોઈતો હોય તો કરો પેમેન્ટ', સોશિયલ મીડિયાના નવા ફ્રોડ અંગે સાયબર સેલનો પર્દાફાશ

📅 Published: September 20, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં નવરાત્રીના તહેવાર પૂર્વે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ‘ગરબા પાર્ટનર’ પૂરા પાડવા અંગેની પોસ્ટ્સ મોટાપાયે વાયરલ થઈ રહી છે. આ પ્રકારની શંકાસ્પદ પોસ્ટ્સ ધ્યાન પર આવતાં જ અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ તુરંત હરકતમાં આવ્યું છે. સાયબર ક્રાઈમ શાખા દ્વારા આવી અજાણી પોસ્ટ્સ અને પેજ ચલાવનાર શખ્સો સામે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

નાણાંની માંગણી અને છેતરપિંડીની મોટો જાળ

સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસ અને જાહેર કરાયેલી ચેતવણી અનુસાર, ગરબા પાર્ટનર મેળવવા માટે કોઈ અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા આઈડી પર વિશ્વાસ મૂકીને નાણાં ચૂકવવા એ એક મોટું કૌભાંડ હોઈ શકે છે. સારો પાર્ટનર મેળવવાની ઘેલછામાં વાહિયાત ઓફરોથી ભ્રમિત થઈને લોકો એડવાન્સ પેમેન્ટ કરી દે છે અને બાદમાં છેતરપિંડીનો ભોગ બને છે.

Ahmedabad Garba Partner ScamAhmedabad Garba Partner Scam

આર્થિક અને વ્યક્તિગત સુરક્ષા સામે જોખમ, તપાસ તેજ

સાયબર ક્રાઈમે નાગરિકોને સ્પષ્ટ અપીલ કરી છે કે અજાણ્યા પાર્ટનરની લાલચમાં આવીને કોઈ પણ પ્રકારની આર્થિક આપ-લે ન કરવી. આ ઉપરાંત અજાણ્યા પાર્ટનર સાથે બહાર જવું એ વ્યક્તિગત સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આવી વાયરલ પોસ્ટ્સ કરનારા યુઝર્સ અને બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Suratના કતારગામમાં ગેસ ગીઝર બન્યું કાળ, બાથરૂમમાં ગૂંગળાઈ જતાં 15 વર્ષની તરુણીનું કરુણ મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *