Suratમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ, 58 મોબાઈલ અને સ્પોર્ટ્સ બાઈક સાથે 3ની ધરપકડ

📅 Published: September 20, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાં રાહદારીઓ તેમજ વાહનચાલકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ (ઝૂંટવી લેવાની) ચોરીના બનાવો આચરતી શાતિર ગેંગનો સિંગણપોર ડભોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ચોક્કસ કામગીરી કરીને મોબાઈલ સ્નેચિંગ આચરતા ત્રણ સક્રિય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના ચોરીના 58 જેટલા કિંમતી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી સ્પોર્ટ્સ બાઈક સમેત કુલ રૂ.6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બિના નંબર પ્લેટની સ્પોર્ટ્સ બાઈક પર ફરી આચરતા હતા સ્નેચિંગ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ પોતાના કબ્જા હેઠળની સ્પોર્ટ્સ બાઈકની નંબર પ્લેટ કાઢી નાખીને શહેરના સિંગણપોર, ડભોલી તેમજ આસપાસના વિસ્તારોમાં રાત્રિ તથા વહેલી સવારે રેકી કરતા હતા. રસ્તા પરથી એકલ-દોકલ પસાર થતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝડપથી આંચકીને નંબર પ્લેટ વગરની પૂરપાટ ઝડપે જતી સ્પોર્ટ્સ બાઈક પર ફરાર થઈ જતા હતા. 

મોબાઈલ શોપ ધરાવતા વોન્ટેડ રમેશ પ્રજાપતિને વેચતા હતા ચોરીનો માલ

ઝડપાયેલા ત્રણેય સ્નેચરો ચોરી કે સ્નેચિંગ કરેલા આ કિંમતી મોબાઈલ ફોન નજીવી કિંમતે વેચી દેતા હતા. તેઓ આ મોબાઈલ ફોન મોબાઈલની દુકાન ધરાવતા રમેશ પ્રજાપતિ નામના શખ્સને આપતા હતા, જે હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ સિંગણપોર પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી, રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા સાથે વોન્ટેડ આરોપી રમેશ પ્રજાપતિને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *