Ahmedabad: વડોદરામાં તૈયાર થનારા લશ્કરી વિમાનના પુરવઠા પર GST લાગશે, નોંધણી ફરજિયાત

📅 Published: September 20, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતના વડોદરામાં તૈયાર થનારા સી-295 લશ્કરી વિમાનના પ્રોજેક્ટને લઈને જીએસટી મામલે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ગુજરાત અગ્રિમ ચુકાદા સત્તામંડળે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ એસએની પરિયોજના કચેરીને સંરક્ષણ મંત્રાલયને પુરવઠો થનારા 40 સી-295 વિમાન પર ભારતમાં જીએસટી ચૂકવવાની જવાબદારી હોવાનું ઠરાવ્યું છે. સાથે જ આ પુરવઠા માટે ગુજરાતમાં જીએસટી નોંધણી લેવી પડશે તેવું પણ સ્પષ્ટ કર્યું છે.એરબસને સંરક્ષણ મંત્રાલય સાથેના કરાર હેઠળ કુલ 56 સી-295 વિમાન પૂરા પાડવાના છે. તેમાંથી 16 વિમાન સ્પેનથી પૂરા પાડવાના છે, જ્યારે બાકીના 40 વિમાન ભારતમાં તૈયાર થવાના છે. આ 40 વિમાનના ઉત્પાદન માટે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે વડોદરા, ગુજરાતમાં ઉત્પાદન સુવિધા ઊભી કરી છે. આ સુવિધા ઓક્ટોબર 2024થી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગઇ છે. એરબસની પરિયોજના કચેરીએ ગુજરાત અગ્રિમ ચુકાદા સત્તામંડળ સમક્ષ બે પ્રશ્નો મૂક્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *