Anand: IASનું બોગસ I-કાર્ડ બનાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડીનો ખેલ

📅 Published: September 21, 2026 | 📂 Category: Anand

આણંદ શહેરમાં સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી નાગરિક સાથે છેતરપિંડી કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ડેપ્યુટી કલેક્ટર એન્ડ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ગાંધીનગરના નામે બનાવટી આઈકાર્ડ તૈયાર કરી પોતે IAS અધિકારી હોવાનો દેખાવ કરનાર શખ્સે નાયબ મામલતદારની સીધી ભરતીમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રૂ.7.70 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ તા.19 સપ્ટેમ્બર, 2026ના રોજ આણંદના બાકરોલ રોડ પર શ્રીવિહાર સોસાયટી વિસ્તારમાં રહેતા 87 વર્ષીય ઝેરોક્ષ વ્યવસાયી દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.કે ગામડી ખાતે સાલેમનગર સોસાયટીમાં રહેતો રોનકભાઈ સુધીરભાઈ ક્રિશ્ચિયન ફરિયાદીની ઝેરોક્ષની દુકાને આવતો હતો. આરોપીએ પોતે IAS અધિકારી હોવાનું જણાવી ડેપ્યુટી કલેક્ટર એન્ડ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ગાંધીનગર તરીકેની ઓળખ ઊભી કરી હતી. આ માટે તેણે પોતાના નામ અને ફેટાવાળું બનાવટી IAS આઈકાર્ડ તૈયાર કરાવી ફરિયાદીને બતાવ્યું હતું. આ બનાવટી ઓળખના આધારે આરોપીએ ફરિયાદી તથા સાક્ષીનો વિશ્વાસ સંપાદન કરી નાયબ મામલતદારની સીધી ભરતીમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી રોકડ રૂ.7,70,000 મેળવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. નાણાં લીધા બાદ આજદિન સુધી રકમ પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ, એક મોબાઇલ ફોન, એક પ્રિન્ટર, બનાવટી IAS આઈકાર્ડ, એક સ્ટેમ્પ તથા અન્ય બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે. બનાવટી આઈકાર્ડ અને દસ્તાવેજો ક્યાં અને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *