Josh Inglisની ઐતિહાસક સદી, એડમ ગિલક્રિસ્ટના ખાસ ક્લબમાં સામેલ

📅 Published: September 21, 2026 | 📂 Category: cricket

ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ODI મેચમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન જોશ ઇંગ્લિસે શાનદાર શતક ફટકારીને ઇતિહાસ રચ્યો છે.272 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઇંગ્લિસે મોરચો સંભાળ્યો અને દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.20 સપ્ટેમ્બરે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ODIમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરીને 271 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ઇનોસન્ટ કાયાએ 55 અને ક્રેગ ઇરવિને 59 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે સિકંદર રઝાએ અણનમ 81 રન બનાવીને ઝિમ્બાબ્વેને પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

જોશ ઇંગ્લિસે રેકોર્ડ બુકમાં બનાવ્યું સ્થાન

272 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી નહોતી.શરૂઆતમાં 2 વિકેટ પડી ગયા બાદ જોશ ઇંગ્લિસે જવાબદારી સંભાળી હતી.તેણે આક્રમક અંદાજ સાથે શાનદાર ટાઇમિંગનું પ્રદર્શન કર્યું અને પોતાની સદી પૂરી કરી.ઇંગ્લિસે 102 બોલમાં 103 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગાનો સમાવેશ થયો હતો.જોકે તે પોતાની ઇનિંગને અંત સુધી લઈ જઈ શક્યો નહોતો.સિકંદર રઝાએ ઇનિંગની 42મી ઓવરના પ્રથમ બોલ પર ઇંગ્લિસને આઉટ કર્યો હતો.જોકે આઉટ થતા પહેલાં જ ઇંગ્લિસે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું હતું.

એડમ ગિલક્રિસ્ટની ખાસ ક્લબમાં સ્થાન

જોશ ઇંગ્લિસ હવે ODI ક્રિકેટમાં એકથી વધુ શતક ફટકારનાર માત્ર બીજા ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન બની ગયા છે. આ પહેલાં આ સિદ્ધિ માત્ર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે મેળવી હતી.ઝિમ્બાબ્વે સામેનું 103 રનનું શતક ઇંગ્લિસની ODI કારકિર્દીનું બીજું શતક છે. આ પહેલાં તેણે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 120 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની પ્રથમ ODI સદી ફટકારી હતી.હવે બીજી સદી સાથે ઇંગ્લિસે ગિલક્રિસ્ટ બાદ આ ખાસ ક્લબમાં સ્થાન મેળવી લીધું છે.

ઝિમ્બાબ્વેની બેટિંગ પણ રહી શાનદાર

આ મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ઝિમ્બાબ્વેએ 271 રનનો સારો સ્કોર ઊભો કર્યો હતો. ઇનોસન્ટ કાયા અને ક્રેગ ઇરવિને અડધી સદી ફટકારી હતી, જ્યારે સિકંદર રઝાએ અણનમ 81 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે 3 વિકેટ ઝડપી હતી. સ્પેન્સર જોનસન અને એડમ ઝમ્પાએ 2-2 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં કર્યો ક્લીન સ્વીપ

ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતીને પહેલેથી જ 3 મેચની ODI શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે જીત મેળવી હતી.આ સાથે ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર 3-0થી શ્રેણીમાં હરાવ્યું. ત્રીજી મેચમાં જોશ ઇંગ્લિસનું શતક ઓસ્ટ્રેલિયાની જીત સાથે સાથે તેની વ્યક્તિગત કારકિર્દી માટે પણ યાદગાર બની ગયું.

આ પણ વાંચો – Asian Games 2026: પાકિસ્તાનને મોટો ઝટકો, આ સ્ટાર બોલર થયો બહાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *