અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટરની આખરે નિમણૂક કરવામાં આવી છે. લગભગ બે વર્ષથી ખાલી પડેલી જગ્યામાં અગાઉ ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા કેયુરકુમાર કિરીટકુમાર ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર સાથે બોલા ચાલી બાદ પોલીસ ફરિયાદમાં ક્લીન ચીટ મેળવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. 4થી 5 વખત સ્ટાફ સિલેક્શન કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ ખાતાકીય તપાસ ચાલુ હોવાથી દર વખતે દરખાસ્ત આગળની કાર્યવાહી માટે મોકૂફ રાખવામાં આવતી હતી. કોન્ટ્રાક્ટર સાથે થયેલી માથાકૂટમાં પોલીસ ફરિયાદ થઈ હતી
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, ગાર્ડન ખાતામાં ડાયરેક્ટરની ભરતી માટે વર્ષ 2024માં ભરતી બહાર પાડવામાં આવી હતી અને લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 14 લોકો સિલેક્ટ થયા હતા અને 6 લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટીની સમક્ષ નિમણૂક માટે નામ આપવામાં આવ્યા હત. જેમાંથી ત્રણ ઉમેદવારો સિલેક્ટ થયા હતા. કેયુર કુમાર ગોહિલ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતા, તે દરમિયાનમાં ત્યાં કોન્ટ્રાક્ટર સાથે થયેલી માથાકૂટમાં પોલીસ ફરિયાદ થઈ હતી. જે બાદ તેમની ખાતાકીય અને પોલીસની કાર્યવાહી ચાલુ હતી. તે દરમિયાન અગાઉ ચારથી પાંચ સિલેક્શન કમિટીની બેઠકમાં તેમની ખાતાકીય તપાસની માહિતીની રાહ જોવાઇ રહી હતી. સ્ટાફ સિલેક્શન કમિટિએ ડિરેક્ટરની નિમણૂક કરી
ગત જુલાઈ મહિનામાં ક્લીનચીટ મળ્યા બાદ તેમની નિમણૂક્લીનચીટ મળ્યાની જાણ કોર્પોરેશનને 2 સપ્ટેમ્બરે થઈ હતી. ત્યારબાદ તેમની નિમણૂકની દરખાસ્ત સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીમાં મૂકવામાં આવી હતી. આજે 21 સપ્ટેમ્બરે મળેલી સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીની બેઠકમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડિરેક્ટરની ખાલી જગ્યા પર કેયુરકુમાર ગોહિલની પસંદગી મંજૂર કરવામાં આવી હતી. તેમને એક વર્ષના પ્રોબેશન પિરિયડ પર ડિરેક્ટર તરીકે નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો છે. 5 અધિકારીઓને બઢતી આપવાની મંજૂરી આપવામાં આવી
સ્ટાફ સિલેક્શન કમિટીની આ બેઠકમાં ઇજનેર વિભાગના આસિસ્ટન્ટની પણ ભરતી કરીને ડેપ્યુટી સીટી ઇજનેર તરીકે નિમણૂક આપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ડેપ્યુટી સિટી ઇજનેરની 5 ખાલી જગ્યાઓ પર આસિસ્ટન્ટ સિટી ઇજનેર તરીકે ફરજ બજાવતા 5 અધિકારીઓને બઢતી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇજનેર વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં પણ ડેપ્યુટી સિટી ઇજનેરની 27 જગ્યાઓ પૈકી બઢતીથી ભરવાની 18 જગ્યાઓમાંથી 17 જગ્યાઓ પર બઢતીની મંજૂરી આપવામાં આવી છે. આ નિમણૂકો રાજ્ય સરકારની મંજૂરી તથા જરૂરી શરતોને આધીન રહેશે.
આખરે ગાર્ડન વિભાગના અધિકારીની નિમણૂક:ભાવનગરના વિવાદિત કેયુરકુમારને ક્લીન ચીટ સાથે AMC ગાર્ડન વિભાગના ડાયરેક્ટર બનાવાયા
📅 Published: September 21, 2026 |
📂 Category: gujarati-news
