'7 શરતો માનો નહીં તો મહાયુદ્ધ':અમેરિકાને નવી ધમકીથી ટ્રમ્પ રાતોરાત ભાગ્યા, રિયાધમાં સાયરન વાગ્યાં-ઇરાનમાં CODE-100 લાગુ, ગલ્ફ દેશોમાં અંધાધૂંધી

📅 Published: September 21, 2026 | 📂 Category: International

શું ત્રીજું વિશ્વ યુદ્ધ માત્ર 7 શરતો જેટલું જ દૂર છે? આ સવાલ એવા સમયે આપણે પૂછી રહ્યા છીએ જ્યારે સાઉદી અરેબિયા પર બેલિસ્ટિક મિસાઈલ્સનો વરસાદ થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રજાઓ કેન્સલ કરીને દોડવું પડે છે. નેતન્યાહુને અધવચ્ચે અમેરિકાની મુલાકાત છોડીને ઈઝરાયલ પાછું વળવું પડે છે. શું સાઉદી અરેબિયામાં જે થઈ રહ્યું છે તેની પાછળ યમનના હુથીઓ જ જવાબદાર છે કે ગેમ કંઈક મોટી જ રમાઈ રહી છે? આ બધાની વચ્ચે ઈરાને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કો અમારી શરતો માનો નહીં તો નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર થઈ જાવ. આ બધી ઘટનાઓની આપણા પર શું અસર પડી શકે? અને દુનિયામાં ચાલી શું રહ્યું છે? ચાલો વિગતે વાત કરીએ… નમસ્કાર… થયું કંઈક એવું કે શનિવારે જ્યારે તમે રજાના મૂડમાં હશો ત્યારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એર રેડ સાયરન વાગ્યાં. એટલે સાઉદી અરેબિયાની જનતાને સમજવાનું કે આકાશમાંથી ગમે ત્યારે મિસાઇલ કે ડ્રોન હુમલા થઈ શકે છે. માટે લોકોએ સુરક્ષિત જગ્યા પર પહોંચી જવું. પણ આવું શા માટે થયું? જવાબ છે યમનના ઈરાન સપોર્ટર હુથી વિદ્રોહીઓએ સાઉદીની રાજધાની રિયાધ અને દુનિયાની સૌથી મોટી તેલ કંપનીઓમાંની એક અરામકોના કૂવા પર મિસાઈલનો વરસાદ કર્યો. આ હુમલો થયો સાઉદી અરેબિયાના ટાર્ગેટ પર વોશિંગ્ટન હતું. જેની વાત આપણે થોડીવાર પછી વિગતે કરીશું. સૌથી પહેલા આપણે કેટલી વિગતો પર વાત કરવાની છે એ જાણી લઈએ. ઈરાનની ખુલ્લી ધમકીઃ ઈરાને કરાતની મદદથી અમેરિકા સામે 7 આકરી શરતો મોકલી છે. ન માને તો નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર રહેવા ધમકી આપી છે. સાઉદીના મિત્રોની દગાબાજીઃ સાઉદીએ પાકિસ્તાન અને તુર્કી સાથે મક્કા ડીફેન્સ પેક્ટ પર સહી કરી છે. પણ હુમલા વખતે બંને દેશો પાછળ હટી ગયા. ભરાઈ જવાનો ખ્યાલ આવતા સાઉદીએ અમેરિકા મારફતે દુશ્મન દેશ ઈઝરાયલની મદદ માગવી પડી. શું મોંઘવારીનું મોજું આવી શકે? ઈરાન, સાઉદી અને યમન પાસે આવેલો રેડ સી અમુક જગ્યાઓ પરથી હુથીઓએ બ્લોક કર્યો હોવાના કારણે ક્રુડના ભાવ પાછલા અઠવાડિયાથી વધી રહ્યા છે. દેશના એક્સપોર્ટર્સને અને ઓઈલ કંપનીઓને ભારે નુકસાન પહોંચે તો પેટ્રોલના ભાવ વધારા અને મોંઘવારી જેવા બોમ્બ ફૂટી શકે. ઈરાને કહ્યું ગમે ત્યારે યુદ્ધ ફાટશે, તૈયાર રહો અગાઉ વાત કરી એમાં તમને લાગતું હશે કે સાઉદી અને યમનના હુથી બળવાખોરો બાખડ્યા છે. પણ અસલી રમત તો કંઈક બીજી જ છે. જ્યારે આ બધુ થઈ રહ્યું છે ત્યારે ઈરાને પોતાના દેશમાં કોડ 100 લગાવી દીધું છે. આ હાઈએસ્ટ મિલિટરી અને સિવિલિયન અલર્ટ છે. ટૂંકમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે તો તૈયાર રહેજો. આ વોર્નિંગ પછી ઈરાને કતારની મદદથી અમેરિકાને ખતરનાક સાત પોઈન્ટો ફતવો મોકલી આપ્યો છે. ઈરાનના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ અમેરિકાને ચોખ્ખું કહી દીધું છે કે, સાતેય શરતો કંઈક આ મુજબની છે. ઈરાને અમેરિકા સામે શરતો કેમ મૂકી? આ જ ધમકીઓના કારણે આખા મિડલ ઈસ્ટમાં જેટલી પણ અમેરિકન એમ્બસી છે તેમને સિક્યોરિટી અલર્ટ પર મૂકી દેવામાં આવી છે. હવે આપણે પડદા પાછળની વાત કરીએ કે ઈરાને આ શરતો કેમ મૂકી? તો ખરેખર આ ઈરાનની જીદ નહીં પણ એક્સપર્ટ્સ મુજબ આર્થિક અને લશ્કરી રણનીતિનો જ ભાગ છે. શરત નંબર 6 અને 7 ધ્યાનથી જુઓ. ઈરાનના હાલ છે બેહાલ ઈરાનની ઈકોનોમી અમેરિકાના સેન્કસન્સના કારણે ખરાબ રીતે તૂટી ગઈ છે. દેશમાં મોંઘવારી ઓલમોસ્ટ રેકોર્ડ બ્રેક પર છે અને બેરોજગારી પણ વધી રહી છે. જો ટ્રમ્પ આ સાત શરતોમાંથી બે કે ચાર પણ માની લે તો ઈરાનને અબજો ડોલરની સંજીવની મળી શકે એવા હાલ છે. આ રૂપિયાનો ફાયદો તે પોતાના પ્રોક્સી ગ્રુપ્સ એટલે કે હુથીઓ અને હિઝબુલ્લાને મદદ કરવા માટે પણ કરી શકે છે. ટૂંકમાં એવું કહી શકાય કે પોતાનું બેન્ક બેલેન્સ વધારવા આ ઈરાનની એક પ્રકારની બ્લેકમેલ ટેક્ટિક છે. આ બધાથી મારે શું લેવાદેવા? જો તમને લાગતું હોય કે આ બધુ હજારો કિલોમીટર દૂર થઈ રહ્યું છે તો આપણે શું લેવાદેવા? તો સાંભળો! યમનના હુથીઓએ બાબ અલ મંદેબ સ્ટ્રેટના અમુક નોડ્સ પર કબજો જમાવી લીધો છે. આ એ જ રસ્તો છે જ્યાંથી દુનિયાની 20 ટકા તેલ સપ્લાય થાય છે. યુરોપ અને એશિયાનો મોટાભાગનો વેપાર પણ રેડ સીના આ જ રસ્તેથી થાય છે. તંગદિલીના કારણે શિપિંગ રેટ્સ અત્યારથી જ આસમાને પહોંચવા લાગ્યા છે. માલ સમયસર પહોંચી નથી રહ્યો અને ઉપરથી કન્ટેનરના ભાડા ડબલ થઈ ગયા છે એ તો અલગ જ. પેટ્રોલના ભાવ વધે તો નવાઈ નહીં! સામેની બાજુ હોર્મુઝ સ્ટ્રેટમાં પણ શિપિંગ ટ્રાફિક ભારે ઘટ્યું છે, પણ ઓઈલ એક્સપોર્ટ પૂરી રીતે બંધ નથી થયું. યુદ્ધ પહેલા હોર્મુઝ જલડમરુંથી 125 જેટલા કોમર્શિયલ જહાજો નીકળતા હતા જે ઘટીને 12 જેટલા થઈ ગયા છે. આના કારણે જો સપ્લાય ચેઈન ઠપ્પ પડે તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ શકે અને જો આવું થાય તો કરિયાણાના બિલ પણ વધી શકે અને મોંઘવારી વધતા પેટ્રોલ-ડિઝલના ભાવ પણ વધે તો નવાઈ ન કહેવાય. સાઉદીની મોંઘી મિસાઈલ્સ હાંફી હવે સાઉદી અરેબિયાના હાલ જાણી લઈએ. અત્યારે હુથીઓના સસ્તા અને દેશી ડ્રોન સામે સાઉદીની કરોડો રૂપિયાની એડનાવ્સ મિસાઈલો હાંફી છે. સાઉદી પાસે મિસાઈલનો સ્ટોક ખતમ થવાના આરે છે. પણ તમને યાદ હશે એક મહિના પહેલા 7 ઓગસ્ટે સાઉદીએ પાકિસ્તાન અને તુર્કી સાથે મળીને મક્કા ડિફેન્સ પેક્ટ સહી કર્યો હતો. આ કરારનો સાર કંઈક એવો છે કે જો સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાન અને તુર્કી પર પણ હુમલો મનાશે અને સાથી દેશો મદદ માટે સેના મોકલશે. પણ જ્યારે ખરેખર સાઉદી પર હુમલો થયો ત્યારે બંને બોડીગાર્ડ માલિકની મદદ કરવાને બદલે મેદાન છોડીને જ રફુચક્કર થઈ ગયા. પાકિસ્તાને તો ચોખ્ખું કહી દીધું કે, અગાઉ ઈન્ટરનેશનલ મીડિયામાં તો એવી ચર્ચા શરૂ થઈ હતી કે પાકિસ્તાને સાઉદી અરેબિયાને યમનમાં લડવા આર્મી મોકલવાની જ ના પાડી દીધી હતી કારણ કે તેમને શિયા-સુન્ની ડખામાં નહોતું પડવું. બીજી બાજુ તુર્કીના વિદેશમંત્રી હકન ફિદાને પણ અધ્ધર હાથ કરતા કહી દીધું કે, પાકિસ્તાનની દગાબાજી પછી સાઉદીનો નવો ખેલ ટૂંકમાં કહેવાનો મતલબ એવો થાય કે સાઉદી પોતાના જ ઘરમાં સાવ એકલું પડી ગયું છે. પણ સાઉદી તો સાઉદી છે. આ દગાબાજી સહન કર્યા પચી તેમણે એક છૂપો ખેલ રમ્યો જેનો પાકિસ્તાન અને તુર્કીએ વિચાર પણ નહીં કર્યો હોય. આ વાતની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે પણ રોયટર્સના સૂત્રોનું કહેવું છે કે સાઉદી અરેબિયા જે ઈઝરાયલને દેશ પણ નહોતું માનતું તે ઈઝરાયલ પાસેથી અમેરિકાને વચ્ચે રાખીને મદદ માગી છે. 105 ડોલરને પાર પહોંચ્યો ક્રુડનો ભાવ આ આખો માહોલ એટલો ખતરનાક છે કે આના કારણે દુનિયાની આર્થિક નસો દબાઈ શકે એમ છે. આ હુમલાઓ પહેલા જ બ્રેન્ટ ક્રુડનો ભાવ 105 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો હતો જો કે હાલ તે 101 ડોલર આસપાસ રમી રહ્યો છે. હવે સાઉદીની યાનબુ ઓઈલ ફેસિલિટી પર હુમલો થયો છે એટલે ભાવ હજુ ભડકે બળી શકે એવી પૂરી સંભાવના છે. દુનિયાભરમાં લોજિસ્ટિક્સનું પડીકું વળ્યું બીજી બાજુ ગ્લોબલ લોજિસ્ટિકનું પણ પડીકું વળી ગયું છે. રેડ સીના અમુક નોડ્સ બંધ થવાના કારણે શિપિંગ કંપનીઓને આફ્રિકાનો લાંબો આંટો લેવો પડી રહ્યો છે. ટ્રાન્સપેસિફિક રૂટ પર કન્ટેનરનું ભાડુ દર અઠવાડિયે 9 ટકા વધવાના ઈન્ટરનેશનલ રિપોર્ટ છે. આંકડાઓની માયાજાળમાં ન પડીને સ્પેસિફિક વાત કરીએ તો શાંઘાઈથી લોસ એન્જલસ મોકલવાનો રેટ 7 હજાર 352 ડોલર પર પહોંચી ગયો છે. જો આવુંને આવું ચાલતું રહેશે તો આવનાર સમયમાં પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં. બ્રિટનથી ઈરાન બાજુ ઉડ્યું ટ્રમ્પનું વિમાન એવામાં વધુ એક ધડાકો અંગ્રેજોને ત્યાં થયો. બ્રિટનથી અમેરિકાનું વન બી બોમ્બર નામનું જહાજ ઈરાન બાજુ ઉડ્યું છે. જ્યારે ઉડ્યું ત્યારે આફ્ટર બર્ન અને પાછળથી આગ નીકળતી દેખાઈ. આવું ત્યારે થાય જ્યારે વિમાનમાં ભારે સામાન હોય. તમે સમજી ગયા હશો શું વાત થઈ રહી છે. આ બધુ જોતા પશ્ચિમ એશિયામાં શું થઈ શકે તેની ત્રણ સંભાવનાઓ દેખાઈ રહી છે. 20 સપ્ટેમ્બરના હુમલાઓ એ વાતની સાબિતી છે કે મિડલ ઈસ્ટની ગેમ હવે લોકલ પ્રોક્સી વોરથી આગળ વધી ચૂકી છે. આ લડાઈ હવે યમન કે સાઉદીની નથી. આ લડાઈ દુનિયાના ઓઇલ સપ્લાય અને અમેરિકાના સુપરપાવર તરીકેના અસ્તિત્વની છે. આગ ત્યાં લાગી છે, પણ તેના તાપની અસર બહુ જલ્દી આપણા ઘરના રસોડા અને બેન્ક એકાઉન્ટમાં જોવા મળશે. જોવાનું રહેશે કોની કેટલી તૈયારી હશે. અને છેલ્લે… જાપાન અને સાઉથ કોરિયા મુજબ ગઈકાલે નોર્થ કોરિયાએ બે કલાકમાં ત્રણ મિસાઈલ ફાયર કરી. આપણે જાણીએ છીએ કે નોર્થ કોરિયા, ચીન અને રશિયા મિત્રો છે. સામેની બાજુ સાઉથ કોરિયા, જાપાન અને અમેરિકા દોસ્તો છે. પશ્ચિમ એશિયા તો સળગી જ રહ્યું છે બની શકે કે આવનાર દિવસોમાં સમાચાર આવે કે પૂર્વ એશિયામાં પણ નવું છમકલું થાય છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *