વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલી કૃપા ટેક્સટાઇલ કંપનીમાં સોમવારે સાંજે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી
આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ આગ અન્ય વિસ્તારમાં ન ફેલાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી હતી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ
આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ પણ લોકોના ટોળા એકઠા થયા હતા. જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી
પ્રાથમિક માહિતી મુજબ, આગની ઘટનામાં હજુ સુધી કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવા કે જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ કંપનીમાં થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે.
ઉમરગામ GIDCની કૃપા ટેક્સટાઇલ કંપનીમાં આગ:કર્મચારીઓમાં દોડધામ, ફાયર ટીમોએ પહોંચી કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી
📅 Published: September 21, 2026 |
📂 Category: gujarati-news
