ગણેશ ભુવનનું સ્નેહ મિલન

📅 Published: September 21, 2026 | 📂 Category: Nari

`ગણેશ ભુવન’ વલસાડના તિથલ ગામમાં આવેલ એક ડુપ્લેક્સ બંગલો અને સાથે એક સોસાયટી, ૧૯૮૩થી ‘૮૭, આમ હાઈસ્કૂલથી લઈને કોલેજ સુધી હું કઝિન ભાઈઓ સાથે ત્યાં રહ્યો હતો. આઠ-દસ જણનું અમારું ફેમિલી હતું. બાકી બીજા ફેમિલી પણ મોટાં અને લોઅર મિડલ ક્લાસની વ્યાખ્યામાં જ આવે. ગણેશ ભુવન એટલે કે જાણે તારક મહેતા ફેમ ગોકુળધામ સોસાયટીને પણ ટપી જાય. સાચું કહું તો હું બોલવાનું ત્યાં જ શીખ્યો એમ કહું તો પણ ચાલે. જોકે, હવે ત્યાં ખુલ્લું 

મેદાન છે.   

ઘણાં વર્ષો બાદ ૨૦૨૫માં બધા ફેમિલીએ ફરી ભેગા મળવાનું વિચાર્યું. નામ આપ્યું `ગણેશ ભુવન સ્નેહ મિલન.’ માઈક પર બધા પોતપોતાની યાદો વાગોળતા હતા અને એનાઉન્સર કે જે હાઈસ્કૂલના ટીચર છે, એમણે માઈક પરથી અચાનક જાહેર કર્યું કે હવે હું કંઈક વાતો કહું. મેં જિંદગીમાં ક્યારેય માઈક પકડ્યું ન હતું. હાથ ધ્રૂજતા હતા. શરૂઆત તત મમથી થઈ, પણ પછી ભાષણ નહીં પણ સાવ સાદી ભાષામાં ગણેશ ભુવનના મારા અનુભવોની વાતો કહી સંભળાવી. કદાચ ભેગા થયેલા સૌને મારી વાતો ગમી હશે, ત્યારે જ તો લોકોએ તાળીઓથી મારી વાતને વધાવી લીધી હતી.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *