વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર 19 વર્ષીય યુવકે આપઘાત કર્યો:ગીરનાર હોટલ નજીક ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

📅 Published: September 21, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર ગીરનાર હોટલ પાસે 19 વર્ષીય યુવકે ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવક તરસાલી બાયપાસ પાસે આવેલી નવી નગરીનો રહેવાસીમૃતક યુવકનું નામ અરમાનભાઈ રોહિતભાઈ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું છે. યુવક તરસાલી બાયપાસ પાસે આવેલી નવી નગરીનો રહેવાસી હતો. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. યુવકે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *