રાજુલા શહેરમાં બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત બ્રહ્મ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આગામી નવરાત્રી પર્વ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો, માતાઓ અને વડીલો માટે ભવ્ય બ્રહ્મ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંગે ગઈકાલે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી, રાજુલા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો, યુવાનો તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી બ્રહ્મ રાસોત્સવને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ વર્ષે ખાસ કરીને બ્રહ્મસમાજના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તેમજ માતા આધ્યશક્તિના પાવન પર્વ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં સમાજના તમામ વર્ગના ભાઈઓ-બહેનોની સહભાગિતા રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.બ્રહ્મ રાસોત્સવમાં પ્રવેશ માટેના પાસનું વિતરણ આગામી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જે અંગેની વિગતવાર જાહેરાતપણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો, માતાઓ તથા વડીલોને આ ભવ્ય રાસોત્સવમાં ઉપસ્થિત રહી માતા આધ્યશક્તિની આરાધનામાં જોડાવા માટે બ્રહ્મસમાજ યુવા સંગઠન, રાજુલા દ્વારા જણાવાયુ છે.
