ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ અને મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ ના સંયુક્ત ઉપક્રમે સોનગઢ મુકામે 20મો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો.જે.જે. રાવલ, ઇસરોના વૈજ્ઞાનિક ડો. પરેશભાઈ સરવૈયા, નાસાના વૈજ્ઞાનિક ડો. એકતાબેન શાહ અને રાજસ્થાનના મોહનજી, ઓલ ઇન્ડિયા રામાનુજન, મેથ્સ ક્લબના ચેરમેન ડો.ચંદ્રમૌલી જોશી અને ભારતભૂષણ વિજેતા મહેશભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ગણિતમાં શ્રોષ્ઠ કાર્ય કરનાર રાજ્યના શિક્ષકોને ગણિત શ્રોષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે કેરેક્ટર રોલ પ્લે, ગણિત મોડલ પ્રેઝન્ટેશન,મેથ્સ ક્વિઝ તથા શિક્ષક પેપર પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી 125 વિદ્યાર્થીઓ 45 શિક્ષકો અને 15 શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રિન્સિપાલ હિરેનભાઈ ભટ્ટ , શિક્ષક રોહિતભાઈ સંઘવી તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા દરેક મહેમાનનું ભોજન, આવાસ અને સમગ્ર કાર્યક્રમમાં સુંદર રીતે સહકાર આપવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ પ્રમુખ કલ્પેશભાઇ અખાણી અને મંત્રી દર્શનભાઈ મહેતા દ્વારા સમાપન કાર્યક્રમનું એન્કરિંગ કરવામાં આવ્યું હતું. વિજેતા થનાર તમામ બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,
