જામનગરમાં પરશુરામજીની 501મી ભવ્ય મહાઆરતી યોજાઈ:પરશુરામ સેના આરતી ગ્રુપ દ્વારા દુઃખભંજન મહાદેવ મંદિર પાસે કરાયું આયોજન

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

જામનગરના પાબારી હોલ પાસે આવેલા દુઃખભંજન મહાદેવ મંદિર ખાતે પરશુરામ સેના આરતી ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામજીની ૫૦૧મી ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ મહાઆરતીના મુખ્ય પ્રેરણાસ્ત્રોત અને અતિથિવિશેષ તરીકે માલવભાઈ પંડિત હાજર રહ્યા હતા. જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટરો આશિષભાઈ જોશી અને નિશાબેન અશવાર પણ મુખ્ય મહેમાનો તરીકે હાજર રહ્યા હતા. મહાઆરતી માટે પ્રફુલભાઈ વાસુ, સુનિલભાઈ ખેતીયા, પાર્થભાઈ જોશી, જયેશભાઈ જોશી, જગતભાઈ રાવલ અને રવિભાઈ શાસ્ત્રીએ મુખ્ય દાતાઓ તરીકે મદદ કરી હતી. રાજુભાઈ વ્યાસ (મહાદેવ), કેતનભાઈ ભટ્ટ, કિર્તીભાઈ કલ્યાણી, ગુણવંતભાઈ ભટ્ટ સહિત બ્રહ્મસમાજના અનેક અગ્રણીઓ શુભેચ્છક તરીકે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પરશુરામ સેના આરતી ગ્રુપના સભ્યોએ હાજર રહેલા મહાનુભાવોને ભગવાન પરશુરામજીની પ્રતિમા અને શાલ આપીને સન્માન કર્યું હતું. ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ભગવાન પરશુરામજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી હાજર રહેલા બધા બ્રહ્મબંધુઓએ ભોજન પ્રસાદ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *