Gold Silver Price Today : 22 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,53,223ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે,. જ્યારે ચાંદીના ભાવમાં ₹783નો વધારો થયો છે. સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. રોકાણકારો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઓઈલના ભાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેની વાતચીતને લગતી ઘટનાઓ પણ સોના અને ચાંદીના ભાવને અસર કરી શકે છે.
આજે શું છે સોના ચાંદીનો ભાવ ?
આજે, 22 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સવારે 9 વાગ્યા સુધીમાં સોનાના ભાવમાં ₹129નો વધારો થયો હતો અને તે પ્રતિ 10 ગ્રામ દીઠ ₹153223 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીના ભાવમાં ₹783 નો વધારો થયો હતો અને તે ₹240100 પર ટ્રેડ થઈ રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. COMEX પર સોનાના ભાવમાં 0.10 %નો ઘટાડો થયો હતો અને તે પ્રતિ ઔંસ $4,379 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં 0.10%નો વધારો થયો હતો અને તે પ્રતિ ઔંસ $66.48 પર ટ્રેડ થઈ રહી હતી.
સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે ફુગાવાનું દબાણ હળવું થયું છે, જેનાથી યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા ઘટી છે. સોનાને આ વલણનો લાભ મળી રહ્યો છે, કારણ કે સામાન્ય રીતે ઓછા વ્યાજદરના વાતાવરણમાં આ ધાતુની માંગમાં વધારો થાય છે.
જો કે જ્યારે કોઈ દુકાનમાંથી દાગીના ખરીદવામાં આવે છે, ત્યારે આ મૂળ ભાવમાં 3% GST અને ઘડામણ ખર્ચ (making charges) અલગથી ઉમેરવામાં આવે છે.
દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,54,900 | 1,42,000 |
| મુંબઈ | 1,54,750 | 1,41,850 |
| કોલકાતા | 1,54,750 | 1,41,850 |
| ચેન્નઈ | 1,54,750 | 1,41,850 |
| અમદાવાદ | 1,54,800 | 1,41,900 |
ઝવેરી પાસેથી સોનું ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
માત્ર પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ’ (BIS)નું હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદો. આ હોલમાર્ક કોડ આલ્ફાન્યૂમેરિક (અક્ષરો અને આંકડાઓનું મિશ્રણ) હોય છે. ઉદાહરણ તરીકે, AZ4524. હોલમાર્કિંગ સોનાની શુદ્ધતા (કેરેટ) દર્શાવે છે.
કિંમતની ચકાસણી કરો: ખરીદીના દિવસે સોનાનું વાસ્તવિક વજન અને તેની કિંમત વિવિધ સ્ત્રોતો (જેમ કે ‘ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ની વેબસાઇટ) દ્વારા તપાસો. સોનાના ભાવ તેની શુદ્ધતા 24-કેરેટ, 22-કેરેટ અને 18-કેરેટના આધારે અલગ-અલગ હોય છે.
