Tumbler Ridge School Shooting Case: શાળામાં થયેલી ફાયરિંગમાં શૂટરને મદદ કરવાના આરોપસર ChatGPT સામે કેનેડામાં કેસ થયો દાખલ

📅 Published: September 22, 2026 | 📂 Category: Crime

બ્રિટિશ કોલંબિયામાં દાખલ કરાયેલા મુકદ્દમામાં આરોપ છે કે, કંપનીએ જીવલેણ ધમકીઓને અવગણી હતી. 

ઓળખ અને હેન્ડલિંગમાં સુધારો કરવા આદેશ 

સાન ફ્રાન્સિસ્કો ફેડરલ કોર્ટમાં મુકદ્દમો દાખલ કરાયો હતો અને ઓપનએઆઈ અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન બંને પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મુકદ્દમામાં કોર્ટને હિંસાની ધમકી આપતી ચેટ્સની ઓળખ અને હેન્ડલિંગમાં સુધારો કરવા પણ કહેવાયુ છે. કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી, ઇવાન સોલોમન, તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ બધા જોખમોને ગંભીરતાથી લે છે.

ગંભીર ઘટનામાંની એકઃ બ્રિટિશ કોલંબિયા સરકાર 

બ્રિટિશ કોલંબિયા સરકાર આ કેસના સંદર્ભમાં ઓપનએઆઈ પાસેથી ભંડોળ માંગી રહી છે. આ નાણાંનો ઉપયોગ કટોકટી સહાય અને વિસ્તારના પુનઃસ્થાપનના ભૂતકાળ અને ભવિષ્યના ખર્ચને આવરી લેવા માટે કરાશે. આ હુમલો 10 ફેબ્રુઆરી 2026ના રોજ નાના શહેર ટમ્બલર રિજમાં થયો હતો. જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ તેને કેનેડાના સૌથી ખરાબ સામૂહિક ગોળીબારમાંનો એક ગણાવ્યો હતો. હુમલાખોરે પહેલા તેની માતા અને સાવકા ભાઈને તેમના ઘરમાં મારી નાખ્યા પછી શાળામાં જઈને પાંચ બાળકો અને એક શિક્ષકની હત્યા કરી હતી. 

કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રીએ શું કહ્યું?

ત્યારબાદ તેણે ઘટનાસ્થળે આત્મહત્યા કરી. હુમલાખોર, 18 વર્ષીય જેસી વાન રૂટ્સલાર, શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી હતી. ચેટજીપીટીની સુરક્ષા ટીમે બંદૂકો અને હિંસા સંબંધિત તેણીની વાતચીતો જોઈ, પરંતુ કંપનીએ પોલીસને તેની જાણ કરી નહીં. નોંધનીય છે કે કેનેડાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રી, ઇવાન સોલોમન, તાજેતરમાં જણાવ્યું હતું કે AI નિયમનની વધતી માંગ સારી બાબત છે. પરંતુ અમે બધા જોખમોને ગંભીરતાથી લઈએ છીએ.

આ પણ વાંચોઃ મુખ્ય આરોપી નંદન યાદવનું ‘હાફ એન્કાઉન્ટર’, પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *