Surat: વેસુમાં કરોડોની કિંમતી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ; જાણીતા યુરોલોજિસ્ટ ડો. સુબોધ કાંબલેની પોલીસે કરી ધરપકડ

📅 Published: September 22, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શહેરના જાણીતા યુરોલોજિસ્ટ ડો. સુબોધ રામચંદ્ર કાંબલે સામે કરોડો રૂપિયાની કિંમતી દુકાનો પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાતા વેસુ પોલીસે તેમની ધરપકડ કરી છે.

સુરતમાં કરોડોની કિંમતી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ

મળતી વિગતો અનુસાર, મુંબઈના એક ડાયમંડ બિઝનેસમેનની વેસુ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી દુકાનો આવેલી છે. ડો. સુબોધ કાંબલેએ આ દુકાનો હોસ્પિટલ ચલાવવાના બહાને ભાડે રાખી હતી. જોકે, હોસ્પિટલ શરૂ કર્યા બાદ તબીબે કરાર મુજબ ભાડાના નાણાં ચુકવ્યા ન હતા અને સમય જતાં આ કિંમતી દુકાનો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જાણીતા યુરોલોજિસ્ટ ડો.ની વેસુ પોલીસે કરી ધરપકડ

મિલકત માલિક ડાયમંડ વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં તેમણે આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ડો. સુબોધ રામચંદ્ર કાંબલે વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. વેપારીની ફરિયાદના આધારે વેસુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડો. સુબોધ કાંબલેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ambaji: ચાચર ચોકમાં 450થી વધુ ડ્રોનથી સર્જાયો ભવ્ય આકાશી નજારો; માઈભક્તો મંત્રમુગ્ધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *