Botad :સંકેતોની ભાષા દ્વારા મૂક-બધિર બાળકોના જીવનમાં સંવાદના સૂર પૂરતા ભાવેશ પંડયા

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

બોટાદમાં જ્યાં શબ્દો ખૂટી જાય છે ત્યાં સંકેતો સંવાદનો સેતુ બની જાય છે. મૂક-બધિર બાળકો માટે સાંકેતિક ભાષા માત્ર વાતચીતનું માધ્યમ નથી, પરંતુ શિક્ષણ, અભિવ્યક્તિ અને આત્મનિર્ભરતાની દિશા બતાવતું સાધન છે. દર વર્ષે 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસક્રની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026ની થીમ Declaring Deaf Peoples Human Rightsછે બોટાદ જિલ્લાના 43 વર્ષીય વિશિષ્ટ શિક્ષક ભાવેશભાઈ પંડયા વર્ષ 2007થી મૂક-બધિર વિદ્યાર્થીઓને સાંકેતિક ભાષાનું શિક્ષણ આપી રહ્યા છે. રિસોર્સ રૂમમાં તેઓ વિદ્યાર્થીઓને વાર, મહિનાના નામો, દૈનિક જીવનની પ્રવૃત્તિઓ સહિત અભ્યાસલક્ષી બાબતો ઈશારાઓની ભાષાથી શીખવે છે. તેમના જણાવ્યા મુજબ બાળકમાં બહેરાશનું નિદાન થાય ત્યારથી જ સાંકેતિક ભાષાનું શિક્ષણ શરૂ કરવું જરૂરી છે.

પરિવાર પણ આ ભાષા શીખે તો બાળક સરળતાથી સંવાદ કરી શકે છે. ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળના છ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ સફ્ળતા મેળવી રાજ્યકક્ષાની 100 અને 200 મીટરની દોડમાં ભાગ લીધો છે અને ઇનામો મેળવ્યા છે. તેમના અનેક વિદ્યાર્થીઓ બોટાદની સ્કાય કંપનીમાં ટેકનિકલ વર્કર તરીકે કાર્યરત છે અને માસિક રૂ.7 હજારથી રૂ.15 હજાર સુધીની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે.સાંકેતિક ભાષા દ્વારા ભાવનાઓની પણ સુંદર અભિવ્યક્તિ થઈ શકે છે, તેવો સંદેશ આપતા ભાવેશભાઈ અનેક બાળકોના ભવિષ્યને નવી દિશા આપી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *