શ્રી અગિયારસો જય લિમ્બચીયા વાળંદ સમાજ, પાદરા ઘટક દ્વારા શ્રી પ્રમુખ સ્વામી સભા હોલ, ચાણસદ ખાતે સમાજના ભવ્ય સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેની શરૂઆતમા લિમ્બચની સ્તુતિ અને પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ ઉપપ્રમુખ હિતેશ દ્વારા અધ્યક્ષની વરણી તથાઉપપ્રમુખ મહેન્દ્ર દ્વારા અનુમોદન કરાયું હતું. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરીને સમારોહ ખુલ્લો મૂકાયો હતો. સહમંત્રી યોગેશભાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સમાજની બાળાઓ દ્વારા મધુર કંઠે સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. પાદરા ઘટકના પ્રમુખ સતીશભાઈ નાઈ દ્વારા કાર્યક્રમની બ્રિફ અપાઇ હતી. જે પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. જેમાં અંજલી મહેન્દ્ર વાળંદ (ભોજ) જેણે શિક્ષણનું મહત્વ વિશે પર વિચાર રજૂ કર્યા હતા. પવન કિરીટભાઈ વાળંદ (મદાપુર) જેણે આત્મવિશ્વાસ સફ્ળતાની પહેલી સીડી વિશે વક્તવ્ય આપ્યું હતું. કૃપા હિતેશકુમાર સીર્જા (ગોરીયાદ) જેણે દીકરી વ્હાલનો દરિયો વિશે સંબોધન કર્યું હતું. ઉપરાંત કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર બાળકોને આશ્વાસન ઇનામોનું વિતરણ કરાયું હતું.
જેમાં મુખ્ય મહેમાન ભરતભાઈ પારેખ (તાજપુરા) અને ભાઈલાલ નાઈ (અંબાડા), અતિથિ વિશેષ ચીમનભાઈ નાઈ (ચોકારી), હરેશ વાળંદ (પાદરા), ભાઈલાલ ધોળકિયા (વેડચ) તથા મંગળભાઈ પારેખ તથા યોગેશભાઈ શાનપુરીયા, રમણ પારેખ, જગદીશ નાઈ, નટુભાઈ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા.
