રાજકોટના સ્પીડવેલ ચોક કા રાજા ગણેશ મહોત્સવ 2026:રોબોટ કરે છે બાપ્પાની આરતી, 'ઉમા કા લાલ વરસાવો વ્હાલ'

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના શ્રીનાથજી હવેલી ગ્રાઉન્ડમાં સ્પીડવેલ ચોક કા રાજાની આરતી રોબોટ કરે છે. ગણેશ ઉત્સવમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરતી અને બેલ વાગડવા માટે સેન્સર વાળા બે રોબોટ તૈયાર કરાયા છે. જો કોઈ આ રોબોટને સ્પર્શ કરે તો સેન્સરના કારણે તે આપોઆપ બંધ થઈ જાય છે. આ વર્ષે 50 હજાર સ્કવેર ફૂટના પંડાલમાં ‘સફેદ હેવન’ થીમ પર 7 ફૂટની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કેપીએસ ક્લબ અને ‘ઉમા કા લાલ’ ગ્રુપના 125 કાર્યકર્તાઓ 6 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. આ ઉત્સવ માટે છેલ્લા 1 મહિનાથી ગ્રુપ દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી. દરરોજ સાંજે 7:30 વાગ્યે મહાઆરતી અને 9:00 વાગ્યા પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. દરરોજ 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *