સરસપુરમાં ઘરની બહાર રોડ પરથી સ્પોર્ટ્સ બાઈકની ચોરી, CCTV:થોડી વાર લોક તોડવાનો પ્રયાસ કર્યો, ન તૂટતા ઈંટ મારીને લોક તોડી બાઈક લઈ ફરાર; શહેરકોટડા પોલીસે તપાસ શરૂ કરી

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

શહેરના સરસપુર વિસ્તારમાં મોડી રાતે બે ચોરોએ ઘરની બહાર પડેલું સ્પોર્ટ્સ બાઇક ચોરી કર્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક ચોરે ઈંટ મારીને બાઈકનું લોક તોડ્યું હતું. જે બાદ બાઇક ચાલુ કરી ચોરી લઈ ગયા હતા. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રોડની બહારથી બે શખસ બાઈક ચોરીને ફરાર
સરસપુરમાં રહેતા અખિલેશ રામી નામનો 27 વર્ષીય યુવક આઈટી કંપનીમાં નોકરી કરે છે.અખિલેશ પાસે એક ડ્યુક બાઇક હતું. જે ઘરની બહાર રોડ પર પાર્ક કરતો હતો. 22 સપ્ટેમ્બરે અખિલેશ મોડી રાતે બહાર જઈને પરત આવ્યો હતો અને બાઈક ઘરની બહાર પાર્ક કરીને ગયો હતો. સવારે જ્યારે ઘરની બહાર જોયું ત્યારે બાઈક ગાયબ હતુ. જેથી આસપાસ તપાસ કરી પરંતુ બાઈક મળી આવ્યું ન હતું. પરંતુ CCTV ચેક કરતા બે ચોર આવ્યા હતા જેમાંથી એકે ઇંટથી બાઈકનું લોક તોડ્યું હતું. જે બાદ બાઇક ચલાવીને ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *