કુબેરનગરમાં લારીવાળાને માર મારી તોડફોડ કરી:ભાજપના કોર્પોરેટરની યુવક સાથે ઉગ્ર બોલાચાલી, સન્નીખાન ચંદાણીએ કહ્યું- લારીવાળાએ મને રજૂઆત કરતાં યુવકને ઠપકો આપ્યો'તો

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં નાસ્તાની લારી પર વહેલી સવારે ત્રણ યુવકો દ્વારા પૈસા આપવા બાબતે લારી ધારક અને તેની પત્ની પર હુમલો કરવાની ઘટના બની હતી. લારીમાં તોડફોડ કરીને મારા મારી કરવામાં આવી હતી. જેના પગલે લારી ધારક સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્નીખાન ચંદાણીની ઓફિસે રજૂઆત કરવા ગયો હતો. તોડફોડ અને મારામારી કરનાર એક યુવક નજીકમાં જ રહેતો હોવાથી તેને બોલાવીને આ બાબતે વાતચીત કરતા તેણે ભાજપના કોર્પોરેટર સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી. જેથી સરદારનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. લારીધારકે પણ સરદારનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, ત્યારે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ‘લારીવાળાએ મને રજૂઆત કરતાં યુવકને ઠપકો આપ્યો’તો’
સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્નીખાન ચંદાણીએ જણાવ્યું હતું કે, કુબેરનગર ખાતે એક લારી વાળાને માર મારવામાં આવ્યો હતો જેથી તેઓ મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા. પરમાર શખ્સ નજીકમાં જ રહેતો હોવાથી તેને આ બાબતે ઠપકો આપ્યો હતો, ત્યારે તેને ઉગ્ર બોલાચાલી કરી હતી. નશેડી હોવાને લઈને બોલાચાલી વધુ કરતો હોવાથી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ₹10 ઓછા આપ્યા અને બોલાચાલી થઈ હતી
કુબેરનગરમાં ઇશ્વર તોરાણી તેમના પરિવાર સાથે રહે છે અને શ્રીરામ દૂધ ઘરની સામે દાળ પકવાનની લારી ઉભી રાખીને વ્યવસાય કરે છે. આજે 23 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે તેઓ અને તેના પત્ની બંને લારી ઉપર હાજર હતા. આશિયા ઉર્ફે ભૂરીઓ મારવાડી નામનો યુવક અને અન્ય બે વ્યક્તિ આવ્યા હતા અને નાસ્તો કરવાના ₹10 ઓછા આપવામાં આવ્યા હતા જે બાબતે તેમને બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ગાળાગાળી કરી તોડફોડ કરવા લાગ્યા
થોડા સમય બાદ ત્રણેય પરત આવ્યા અને હાથમાં ધારદાર વસ્તુઓ હતી. ઇશ્વરભાઇ અને તેની પત્ની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી પથ્થર ફેંકવા લાગ્યા અને લારીમાં તોડફોડ કરવાની શરૂઆત કરી હતી. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. માથાભારે અને ઝનુની સ્વભાવ જે ધરાવનારા આવા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી અને કાર્યવાહી ચાલી રહી. કોર્પોરેટરે બોલાવીને વાત કરતાં યુવક ઉશ્કેરાઈ ગયો
ઇશ્વરભાઇ સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્નીખાન ચંદાણીને તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યારે તોડફોડ કરનાર એક યુવક નજીકમાં જ રહેતો હોવાથી તેને કોર્પોરેટરે તેને બોલાવી અને મારામારી કરવાને લઈને વાતચીત કરી હતી. જેથી આ મામલે તેમણે વાતચીત કરતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવતા સરદાનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને હાલમાં આ મામલે લારીધારકની ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *