SIR Row: ચૂંટણીપંચમાં સર્વસંમતિથી લેવામાં આવે છે નિર્ણય… મસમોટા આરોપો પર EC એ કરી સ્પષ્ટતા

📅 Published: September 23, 2026 | 📂 Category: India National

ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા અંગે એક અહેવાલમાં થયેલા ખુલાસા બાદ રાજકીય હોબાળો મચી ગયો છે. ચૂંટણી પંચના સૂત્રોએ દાવો કર્યો છે કે SIR સહિતના તમામ નિર્ણયો સર્વસંમતિથી અને બંને ચૂંટણી કમિશનરો તથા મુખ્ય ચૂંટણી કમિશનરની મંજૂરીથી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક અહેવાલ મુજબ, SIR પ્રક્રિયા દરમિયાન બે ચૂંટણી કમિશનરોએ અનેક મુદ્દાઓ પર વાંધા ઉઠાવ્યા હતા. તેમણે 10 મહિનાના ગાળામાં 14 વખત પોતાના વાંધા નોંધાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના મહત્વપૂર્ણ નિર્ણયો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરોની બનેલી પેનલ દ્વારા લેવામાં આવે છે. આ કમિશનરોમાંથી બે સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વાંધા ઉઠાવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે. અહેવાલમાં જણાવાયું છે કે આ વાંધાઓને અવગણવામાં આવ્યા હતા અને નિર્ણયોને બહુમતીના આધારે મતદાન માટે પંચ સમક્ષ મૂકવામાં આવ્યા ન હતા.

કોંગ્રેસની તીવ્ર પ્રતિક્રિયા

કોંગ્રેસે આ ખુલાસા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે તેમના સાથીદાર ડૉ. અભિષેક સિંઘવી આજે બપોરે ૧ વાગ્યે INC વતી મીડિયા સાથે વિગતવાર વાતચીત કરશે. તેઓ એક અગ્રણી રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત થયેલા સનસનીખેજ ખુલાસાઓ પર ચર્ચા કરશે, જેમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે CEC (મુખ્ય ચૂંટણી કમિશનર) એ ભારતના ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતાને નબળી પાડી છે.

‘X’ પરની એક પોસ્ટમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, “ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જાણ કરવામાં આવતી નથી. તેમની સાથે પરામર્શ કરવામાં આવતો નથી. તેમની જાણ કે સૂચન વિના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ 14 ફરિયાદો મુખ્યત્વે SIR, ફોર્મ 6માં ફેરફારો, નવા મતદાર નોંધણી, મતદાર યાદીમાં નામો ઉમેરવા અને દૂર કરવા, નામ પુનઃસ્થાપિત કરવાના આદેશો સામેની અપીલ, મતદાર યાદીની સુરક્ષા અને ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સાથે સંબંધિત છે. આ ફરિયાદો સ્પષ્ટ કરે છે કે ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર જ્ઞાનેશ કુમારનું જ ચાલે છે.”

સુપ્રિયા સુલેએ શું કહ્યું?

NCP (SP) ના સાંસદ સુપ્રિયા સુલેએ ટિપ્પણી કરી હતી કે આ અત્યંત ચોંકાવનારું છે. તેમણે કહ્યું, “હું આશ્ચર્યચકિત છું.” જુઓ, ઉદ્ધવજીની પાર્ટીએ ચૂંટણી પંચના નિર્ણયોનો સામનો કર્યો છે અને અમે પણ… દરેક વ્યક્તિ પાસે એક મત હોય છે. તમારી પાસે એક મત છે અને મારી પાસે પણ એક મત છે. બંધારણે આપણને સમાનતા બક્ષી છે. તેણે આપણામાં એવો વિશ્વાસ જગાડ્યો છે કે આ દેશ આગળ વધશે.

આ પણ વાંચો: J-K: રામબનમાં કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળતા મચ્યો ખળભળાટ, પોલીસે તાબડતોડ તપાસ હાથ ધરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *